August 10, 2026
દુનિયારમતગમત

પાકિસ્‍તાન ટીમના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓના હાથ મિલાવવા માટે આવવાની રાહ જોતા રહ્યા


ભારતીય ટીમના ખેલાડીઓ દ્વારા હાથ ન મિલાવવાના વિવાદ પર પાકિસ્‍તાન ક્રિકેટ ટીમ તરફથી એક નિવેદન આવ્‍યું છે. પાકિસ્‍તાન ટીમના મુખ્‍ય કોચ માઈક હેસને કહ્યું છે કે અમે હાથ મિલાવવા માટે તૈયાર હતા, પરંતુ તેમણે ડ્રેસિંગ રૂમના દરવાજા બંધ કરી દીધા. અમે પહેલાથી જ નિરાશ હતા અને આ પ્રકારનું વર્તન જોઈને વધુ નિરાશ થયા છીએ. ભારતીય ટીમે આ મેચમાં પાકિસ્‍તાનને ૭ વિકેટથી હરાવ્‍યું છે.

પાકિસ્‍તાન ટીમના મુખ્‍ય કોચ માઈક હેસને મેચ પછીની પ્રેસ કોન્‍ફરન્‍સમાં કહ્યું, ‘‘દેખીતી રીતે, અમે રમતના અંતે હાથ મિલાવવા માટે તૈયાર હતા. અમને નિરાશા થઈ કે અમારી વિરોધી ટીમે આવું ન કર્યું. અમે ત્‍યાં હાથ મિલાવવા ગયા હતા અને તેઓ પહેલાથી જ ચેન્‍જિંગ રૂમમાં ગયા હતા. મેચનો અંત લાવવાનો આ નિરાશાજનક રસ્‍તો હતો. એક એવી મેચમાં જયાં અમે જે રીતે રમ્‍યા તેનાથી અમે નિરાશ થયા હતા, પરંતુ અલબત્ત અમે હાથ મિલાવવા માટે તૈયાર હતા.” ભારત વિરુદ્ધ પાકિસ્‍તાન એશિયા કપ ૨૦૨૫ મેચના ટોસ દરમિયાન પણ, ભારતીય કેપ્‍ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્‍તાન ટીમના કેપ્‍ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્‍યો ન હતો, જયારે મેચ જીત્‍યા પછી, કેપ્‍ટન સૂર્યા તેના સાથી બેટ્‍સમેન શિવમ દુબે સાથે પાકિસ્‍તાન ટીમ સાથે હાથ મિલાવ્‍યા વિના મેદાન છોડીને ચાલ્‍યા ગયા હતા. બાદમાં ભારતીય ટીમના સપોર્ટ સ્‍ટાફે ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.

પાકિસ્‍તાન ટીમના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓના હાથ મિલાવવા માટે આવવાની રાહ જોતા રહ્યા, પરંતુ આવું થયું નહીં. બાદમાં, પાકિસ્‍તાન ટીમના કેપ્‍ટન સલમાન અલી આગાએ પણ મેચ પછીના પ્રેઝન્‍ટેશન સમારોહમાં આવવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર નાટક અંગે, માઈક હેસને કહ્યું છે કે તેમની ટીમ નિરાશ છે કે તેઓ સારું રમી શક્‍યા નહીં, જયારે ભારતીય ટીમે જે કર્યું તેનાથી તેઓ વધુ નિરાશ થયા

Related posts

રાહુલ ગાંધીની અટકાયતના વિરોધ પ્રદર્શન દરમિયાન વરિષ્ઠ નેતા અમિત ચાવડા સહિત અનેક અગ્રણી નેતાઓ અને સભ્યોની પોલીસે સ્થળ પરથી અટકાયત કરાઇ

Ahmedabad Samay

IND Vs AUS: શું ટીમ ઇન્ડિયા ઇન્દોરમાં ઇતિહાસ રચશે? જાણો 141 વર્ષ પહેલા ટેસ્ટમાં 85 રનના લક્ષ્ય સામે કેવી રીતે મેળવી હતી જીત

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

હોકી ટીમ ઓલિમ્પિકમાં ચંદ્રક માટે ટોચની દાવેદાર: તુષાર ખાંડેકર

Ahmedabad Samay

મહાયુદ્ધ શરૂ, અમેરિકા અને ઇઝરાયલે ઇરાન વિરુદ્ધ ખૂબ જ આક્રમક સંયુક્‍ત લશ્‍કરી કાર્યવાહી શરૂ કરી

Ahmedabad Samay

તાલિબાનીઓ ઇસ્લામીક નિયમો અનુસાર ક્રૂર સજા ફટકારશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો