August 8, 2026
ગુજરાત

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની હજુ તો શરૂઆત થાય તે પહેલાં જ જીવલેણ દોરીનો કિસ્સો આવ્યો સામે,

શહેરના મેમકો વિસ્તારમાં એક યુવક પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની કાચ પાયેલી દોરી ગળાના ભાગે આવી જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં યુવકને જોઈને અફરાતફરી મચી ગઈ હતી.

જોકે, આ સમયે ત્યાંથી પસાર થતા એક પોલીસ કોન્સ્ટેબલે અત્યંત સંવેદનશીલતા દાખવી હતી. તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સની રાહ જોવામાં સમય બગાડ્યા વગર તુરંત જ ઇજાગ્રસ્ત યુવકને પોતાની બાઇક પર બેસાડ્યો અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલની આ ત્વરિત સૂઝબૂઝ અને માનવતાભર્યા અભિગમને કારણે યુવકને સમયસર તબીબી સારવાર મળી શકી હતી, જેનાથી તેનો જીવ બચી ગયો છે.

તબીબોના મતે જો થોડી પણ મોડું થયું હોત તો સ્થિતિ કાબૂ બહાર જઈ શકતી હતી. આ ઘટનાનો વીડિયો અને વિગતો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકો અમદાવાદ પોલીસની કામગીરીના ભારોભાર વખાણ કરી રહ્યા છે.

 

અમદાવાદ સમય ન્યૂઝ ટિમ તરફે સલામ છે આ પોલીસ કર્મીને જેમને સમય સુચકતા સુજબૂજ સાથે રાહદારીને તાત્કાલિક સારવાર પુરી પાડી અને જીવ બચાવ્યો

આ કિસ્સો ફરી એકવાર ચેતવણી આપી રહ્યો છે કે વાહનચાલકોએ હવે ગળાના ભાગે સેફ્ટી ગાર્ડ અથવા રૃમાલ બાંધીને જ નીકળવું જોઈએ જેથી આવા અકસ્માતોથી બચી શકાય.

Related posts

દિવાળીમાં ટુર ઓપરેટરો અને ટ્રાયવેલર્સો નો નીકળ્યો દિવાળો

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 126મું અંગદાન, કિડનીના દાનથી બે લોકોને નવજીવન

Ahmedabad Samay

૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો