રાજ્યમાં નવા સત્રના પ્રારંભ સાથે શરૂ થયેલા બ્રિજ કોર્સ 17 જુલાઈએ પુર્ણ થયો છે. હવે 22 જુલાઈથી ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે દુરદર્શન પર હોમલર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી ધોરણ-3થી 5, ધોરણ-6થી 8 અને ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલી વિષયવસ્તુ આધારીત વિડીયો- શૈક્ષણિક પાઠ ટીવીના માધ્યમથી 22 જુલાઈથી શરૂ કરવામાં આવશે.
ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે દુરદર્શન ડીડી ગીરનાર પરથી 22 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન પ્રસારિત થનારા શૈક્ષણિક વિડીયોનું સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. દુરદર્શન પર સવારે 9થી 9-30 વાગ્યે ધોરણ-3ના કાર્યક્રમો પ્રસારિત કરાશે. જ્યારે 9-30થી 10માં ધોરણ-4, 10થી 10-30માં ધોરણ-5, 10-30થી 11 દરમિયાન ધોરણ-6, 11-30થી 12 વચ્ચે ધોરણ-7, 2-30થી 3માં ધોરણ-8, 12થી 1 વચ્ચે ધોરણ-9 અને 10 અને ધોરણ-3થી 4માં ધોરણ-11 અને 12ના ક્લાસનું પ્રસારણ કરાશે”