December 3, 2024
ગુજરાત

રાહતભર્યા સમાચાર, ઓક્સિજનની જરૂર ઓછી પડશે, કોરોનાની નવી દવાને મનજુરી

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા એટલે કે ડીસીજીઆઈએ કોરોનાના ઈલાજ માટે એક દવાના ઈમરજન્સી ઉપયોગને મંજુરી આપી છે. આ દવા ડીઆરડીઓના ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુકલીયર મેડીસીન એન્ડ એલાઈડ સાયન્સ અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીકયુલર બાયોલોજીએ સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને હાલ ટુ-ડીજી નામ આપવામાં આવ્યુ છે અને તેના ઉત્પાદનની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબોરેટરીને આપવામાં આવી છે.

દવાના કલીનિકલ ટ્રાયલ સફળ થયા છે. દાવો છે કે જે દર્દી પર તેનુ ટ્રાયલ કરવામાં આવ્યુ તેઓમાં ઝડપથી રીકવરી જોવા મળી હતી. સાથોસાથ ઓકસીજન પર નિર્ભરતા પણ ઘટી હતી. એવો પણ દાવો છે કે દવાના ઉપયોગથી દર્દીઓના કોરોના રીપોર્ટ બાકીના દર્દીઓની તુલનામાં ઝડપથી નેગેટીવ આવી રહ્યા છે. એટલે કે તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.

ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ એપ્રિલ ૨૦૨૦માં આ દવાનું પરિક્ષણ કર્યુ હતુ. જે દરમિયાન જણાયુ હતુ કે આ દવા કોરોના વાયરસને રોકવા મદદ કરે છે. જેના આધાર પર ડીસીજીઆઈએ મે ૨૦૨૦માં ફેસ ટુ ફેસ ટ્રાયલને મંજુરી આપી હતી.

પ્રથમ ટ્રાયલ ૧૧૦ દર્દીઓ ઉપર મે થી ઓકટોબર વચ્ચે કરવામાં આવી હતી. તેઓ જલદી સાજા થયા હતા અને બીજા કરતા અઢી દિવસ વહેલા બહાર આવ્યા હતા. બીજા ટ્રાયલમાં ડીસે.થી માર્ચ દરમિયાન ૨૭ હોસ્પીટલોમાં ૨૨૦ દર્દીઓ પર ટ્રાયલ થઈ હતી. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. જેમને આ દવા આપવામાં આવી તેઓમાથી ૪૨ દર્દીઓની ઓકસીજનની નિર્ભરતા ત્રીજા દિવસે સમાપ્ત થઈ ગઈ. જેમને દવા ન આપવામાં આવી તેવા ૩૧ ટકા દર્દીઓની જ ઓકસીજન પરની નિર્ભરતા સમાપ્ત થઈ ન હતી. એટલે કે દવાથી ઓકસીજનથી જરૂર ઓછી જણાય હતી. એક સારી વાત એ છે કે આ ટ્રેન્ડ ૬૫ વર્ષથી ઉપરના વડીલોમાં પણ જોવા મળ્યો હતો.

Related posts

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો