September 23, 2026
રાજકારણ

મુસ્લિમ બહુલ વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ મોટો ધડાકો કર્યો, ચેતવણી સમાન આવ્યું રિજલ્ટ

મહારાષ્ટ્રના રાજકારણમાં મુંબઈ (BMC) સહિત કુલ 29 નગર મહાપાલિકાઓના પરિણામોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. એક તરફ રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના ગઠબંધને વિપક્ષનો સફાયો કરીને મોટી જીત મેળવી છે, તો બીજી તરફ મુસ્લિમ બહુલ વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ મોટો ધડાકો કર્યો છે. કોંગ્રેસ અને NCP ના પરંપરાગત વોટબેંક ગણાતા વિસ્તારોમાં ઓવૈસીના ‘જાદુ’ એ વિપક્ષની ઉંઘ ઉડાડી દીધી છે.
આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિણામ માલેગાંવમાં જોવા મળ્યું છે. અહીં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા, AIMIM કિંગમેકરની ભૂમિકામાં ઉભરી આવી છે. માલેગાંવ જેવા મહત્વના મુસ્લિમ બહુલ વિસ્તારમાં હવે ઓવૈસીની મંજૂરી વગર મેયર બનવું લગભગ અશક્ય જણાઈ રહ્યું છે. AIMIM એ અહીં અનેક બેઠકો પર વિજય મેળવીને સાબિત કર્યું છે કે મુસ્લિમ મતદારો હવે પરંપરાગત પક્ષોને બદલે તેમની તરફ વળી રહ્યા છે.
મહારાષ્ટ્રના જે વિસ્તારોમાં કોંગ્રેસ અને શરદ પવારની NCP (SP) મજબૂત પકડ ધરાવતી હતી, ત્યાં AIMIM ના ઉમેદવારોએ આકરા મુકાબલામાં જીત મેળવી છે. ઓવૈસીની પાર્ટીએ માત્ર મુસ્લિમ મતોમાં ગાબડું જ નથી પાડ્યું, પરંતુ અનેક બેઠકો પર વિપક્ષના ખેલ પણ બગાડી દીધા છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે AIMIM ની આ ‘સિદ્ધિ’ આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચશે.
મુસ્લિમ વિસ્તારોની બહાર જોઈએ તો, સમગ્ર મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપ ગઠબંધને ભવ્ય દેખાવ કર્યો છે. મુંબઈ (BMC) સહિત રાજ્યની મોટાભાગની પાલિકાઓમાં ભગવો લહેરાયો છે, જેનાથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, ઓવૈસીના વધતા પ્રભાવે ભાજપ વિરોધી મતોનું વિભાજન કરીને પરોક્ષ રીતે સત્તારૂઢ ગઠબંધનને પણ ફાયદો કરાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Related posts

ચૂંટણી પહેલાજ કેસરિયો રહેરાયો,રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવયા

Ahmedabad Samay

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

મેંદરડાની માર્કેટિંગ યાર્ડ ખાતે બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત એક વર્ગ યોજાશે

Ahmedabad Samay

દેશનું દિગ્‍ગજ બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપ હવે આઈફોન વેચશે

Ahmedabad Samay

બિહાર બાદ મોદી નું નેક્સ્ટ ટાર્ગેટ બંગાળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો