June 27, 2026
ગુજરાત

ગુજરાતનું કુલ જાહેર દેવું હવે ૩.૮૦ લાખ કરોડ પર પહોંચી ગયું, દરેક ગુજરાતીના માથે આશરે રૂ.૬૬,૦૦૦નું દેવું છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કેગનો રિપોર્ટ જાહેર કરાયો છે. વર્ષ ૨૦૨૪-૨૫નો મહત્‍વનો CAGનો રિપોર્ટ ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્‍યો છે. આ અહેવાલમાં રાજ્‍યની આર્થિક સ્‍થિતિ અને વધતા જતા દેવા અંગે કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્‍યા છે. રિપોર્ટ અનુસાર ગુજરાતના જાહેર દેવામાં નોંધપાત્ર વધારો થયો છે, જે રાજ્‍યની તિજોરી પરના ભારણને સ્‍પષ્ટપણે દર્શાવે છે.

વિકાસશીલ ગુજરાતના ગાણાં વચ્‍ચે એક વરવી વાસ્‍તવિકતા સામે આવી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા કેગ રિપોર્ટના અહેવાલ મુજબ, ગુજરાતનું કુલ જાહેર દેવું હવે ૩.૮૦ લાખ કરોડ પર પહોંચી ગયું છે. સૌથી ચિતાજનક બાબત એ છે કે ગત વર્ષની સરખામણીએ જાહેર દેવામાં ૨૨ હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ રાજ્‍યની વધતી જતી નાણાકીય જવાબદારીઓ તરફ ઈશારો કરે છે. ૨૦૨૪-૨૫માં ગુજરાતનું જાહેર દેવું આશરે ૩.૮૦ કરોડ પર પહોંચ્‍યું છે. એટલે કે ગત વર્ષ કરતા જાહેર દેવામાં ૨૨ હજાર કરોડનો વધારો જોવા મળ્‍યો છે. હાલ દરેક ગુજરાતીના માથે આશરે રૂ.૬૬,૦૦૦નું દેવું છે.

રાજ્‍ય સરકાર દ્વારા લેવામાં આવતી બજાર લોનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્‍યો છે. જી હા.. સરકાર દ્વારા લેવામાં આવેલી કુલ બજાર લોનનો આંકડો ૩.૧૧ લાખ કરોડને પાર પહોંચી ગયો છે. જે ગત વર્ષની સરખામણીમાં બજાર લોનમાં પણ ૧૬ હજાર કરોડ રૂપિયાનો તોતિગ વધારો નોંધાયો છે. રાજ્‍ય સરકાર પોતાની વિકાસ યોજનાઓ અને ખર્ચને પહોંચી વળવા માટે બજારમાંથી વધુ ધિરાણ લઈ રહી હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

૨૦૨૦-૨૧માં રાજ્‍યનું દેવું ૨,૯૮,૮૧૦ કરોડ હતું જે ૨૦૨૫-૨૬માં વધીને ૩,૯૯,૦૦૦ કરોડ પર પહોંચ્‍યું હતું. ૨૦૨૧-૨૨મં ૩,૦૮,૩૦૨ કરોડ, ૨૦૨૨-૨૩માં ૩,૩૯,૬૮૩ કરોડ, ૨૦૨૩-૨૪માં ૩,૮૯,૩૮૧ કરોડ હતું. ૨૦૨૪-૨૫માં દેવું ઘટીને ૩.૮૦ કરોડ થયું હતું.

ગૃહમાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટમાં ગુજરાતમાં માત્ર દેવું જ નહીં, પરંતુ કેન્‍દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્‍ટ અને સહાયમાં થયેલા ઘટાડા પર પણ પ્રકાશ પાડવામાં આવ્‍યો છે. જી હા…વિવિધ મહત્‍વની યોજનાઓ માટે કેન્‍દ્ર તરફથી મળતા નાણાંમાં મોટી કપાત જોવા મળી છે, જેના કારણે રાજ્‍ય સરકાર બજાર લોન લઈ રહી છે.

કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે આદિજાતિ વિસ્‍તારોના વિકાસ માટે કેન્‍દ્રીય પુરસ્‍કૃત યોજનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧,૫૯૦.૧૭ કરોડ મળ્‍યા હતા. જ્‍યારે વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને માત્ર ૧,૩૬૩ કરોડ રૂપિયા થયા. આ બન્ને વર્ષમાં મોટો તફાવત જોવા મળ્‍યા છે અને ફલિત થાય છે કે ગત વર્ષ કરતા રૂ.૨૨૬.૫૬ કરોડ રૂપિયા ઓછા મળ્‍યા છે.

કેગના રિપોર્ટમાં કેન્‍દ્રીય પુરસ્‍કૃત યોજનાઓ માટે વર્ષ ૨૦૨૩-૨૪માં ૭,૫૪૦ કરોડની ફાળવણી થઈ હતી. જ્‍યારે વર્ષ ૨૦૨૪-૨૫માં તે ઘટીને ૬,૭૧૨.૮૬ કરોડ થઈ ગઈ છે. કેગનો આ અહેવાલ સૂચવે છે કે એક તરફ રાજ્‍યના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ કેન્‍દ્રીય યોજનાઓ હેઠળ મળતી આર્થિક સહાયમાં ઘટાડો થઈ રહ્યો છે.

વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતની આર્થિક અને સામાજિક સ્‍થિતિના આંકડા અનેક મહત્‍વના પાસાઓ તરફ ધ્‍યાન દોરે છે. રાજ્‍યમાં મહેસુલી ખર્ચમાં ૧૦,૩૨૬ કરોડનો વધારો અને આવકમાં ૪,૨૦૮ કરોડનો ઘટાડો થતા મહેસુલી પુરાંતમાં ૪૩.૪૧ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. વસ્‍તીના માળખાની વાત કરીએ તો, ગુજરાતમાં શહેરીકરણનું પ્રમાણ વધુ છે; અહીં ૫૦.૨૯ ટકા શહેરી વસ્‍તી છે જે રાષ્ટ્રીય સરેરાશ (૩૫.૭૦ ટકા) કરતા વધારે છે, જ્‍યારે ગ્રામ્‍ય વસ્‍તી ૪૯.૭૧ ટકા છે. રાજ્‍યની વસ્‍તી ગીચતા ૩૭૩ અને ષી-પુરુષનું પ્રમાણ ૯૦૪ છે, જે બંને રાષ્ટ્રીય સરેરાશ કરતા નીચું સ્‍તર દર્શાવે છે. જોકે, આરોગ્‍ય ક્ષેત્રે બાળ મરણ દર દેશની સરેરાશ ૨૫ કરતા ઓછો હોવો એ એક હકારાત્‍મક બાબત છે.

સામાજિક સ્‍તરે રાજ્‍યમાં સાક્ષરતા દર ૮૪.૬ ટકા છે, પરંતુ હજુ પણ ૧૧.૬૬ ટકા વસ્‍તી ગરીબી રેખા નીચે જીવે છે. બીજી તરફ, વહીવટી મોરચે સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના બજેટમાં ઉદાસીનતા જોવા મળી છે. કોંગ્રેસ ધારાસભ્‍ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં સરકારે સ્‍વીકાર્યું કે છેલ્‍લા બે વર્ષમાં ફાળવવામાં આવેલી ૫૪૯.૯૩ કરોડની ગ્રાન્‍ટમાંથી ૨૧૮.૨૮ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વણવપરાયેલી રહી છે.

Related posts

અમદાવાદ સમય: આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો