ઇલેક્ટ્રોનિક્સ અને ઇનફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કલમ 69A હેઠળ આ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયને ઘણી ફરિયાદો મળ્યા પછી પ્રતિબંધ લાદવાનો આ નિર્ણય લેવાયો છે. જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હતો.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇનફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ મોબાઇલ ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થાને લઇ ખતરો હતો. મંત્રાલયે જણાવ્યું કે એવી ઘણી ફરિયાદો મળી હતી કે એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર આવા અનેક મોબાઇલ એપ છે જે યુજર્સની માહિતીની ચોરી કરે છે. આ વખતે જે ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં પબજી સિવાય લિવિક, વીચેટ વર્ક અને વીચેટ રીડિંગ, એપલોક કેરમ ફ્રેન્ડ જેવા મોબાઇલ એપ સામેલ છે.
ભારતમાં PUBGના એક્ટિવ યૂઝર્સ લગભગ 3.3 કરોડ છે. આ ગેમને 5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. જૂનના અંતમાં ભારતે ટિકટોક, હેલો સહિત ચીનના 59 મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બાદમાં જુલાઇના અંતમાં બીજી 47 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આમ અત્યાર સુધી ચીનના 224 એપ પર પ્રતિબંધ લાગી ચુક્યો છે. આજે જે એપ્સ પર બાણ મૂકવામાં આવ્યો છે .