September 21, 2026
ગુજરાતરાજકારણ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતાનું સિંહાસન ભાજપે સંભાળ્‍યું

આજે પ્રારંભથી જ રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારો વિજેતા થવા લાગ્‍યા હતા.

આ ઉપરાંત નગરપાલિકા તથા જીલ્લા તાલુકા, પંચાયતની જુદી-જુદી બેઠકો ઉપર પણ ભાજપે વિજય મેળવ્‍યો છે.

જયારે આમઆદમી પાર્ટી એ પણ અનેક જગ્‍યાએ વિજય મેળવ્‍યો છે.

આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારો પણ અમુક જગ્‍યાએ વિજેતા થયા છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતાનું સિંહાસન ભાજપે સંભાળ્‍યું છે અને આમ આદમી પાર્ટીએ પણ પગપેસારો કર્યો છે. જો કે કોંગ્રેસને અમુક બેઠકો મેળવીને સંતોષ માનવો પડયો છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. એકંદરે ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની સંસ્‍થાઓમાં વર્ચસ્‍વ જાળવી રાખ્‍યું છે, જ્‍યારે કેટલીક બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ જીત મેળવી છે.

જામનગર મહાનગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક ક્‍લીન સ્‍વીપ કર્યો. કુલ ૧૬ વોર્ડની તમામ ૪૪ બેઠકો પર ભાજપ વિજેતા. કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને પૂર્વ વિપક્ષ નેતા ધવલ નંદાની પેનલનો કારમો પરાજય થયો છે. કોંગ્રેસ અને AAPનું ખાતું પણ ખુલ્‍યું ન હતું.

ભુજ નગરપાલિકામાં  કુલ ૪૪ બેઠક. ભાજપ ૨૮, કોંગ્રેસ ૧૩, AIMIM ૩. ભાજપની ૨૮માંથી ૬ બેઠક બિનહરીફ. વોર્ડ ૨, ૩, ૫માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા. વોર્ડ ૬માં ભાજપ પેનલ જીતી. વોર્ડ ૧માં AIMIMને ૩, કોંગ્રેસને ૧ બેઠક મળી હતી.

બાબરા નગરપાલિકામાં  કુલ ૨૪ બેઠક. ભાજપ ૨૨, કોંગ્રેસ ૨ ને ઉપર વિજેતા.

ધારી નગરપાલિકામાં કુલ ૨૮ બેઠક. ભાજપ ૧૮ + ૪ બિનહરીફ, AAP ૬, કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.

દ્વારકા જિલ્લા પંચાયતમાં  ધરમપુર બેઠક  છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલીને ભાજપે ચીમનભાઈ નકુમને ટિકિટ આપી, વિજય મેળવ્‍યો. ચીમનભાઈ પૂર્વ ઉપપ્રમુખ સ્‍વ. હરિભાઈ નકુમના કુટુંબી છે.

કલ્‍યાણપુર-ભાટિયા બેઠકમાં કોંગ્રેસે ખાતું  ખોલાવ્‍યુ હતું. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા વિઠ્ઠલભાઈ સોનગરાના ધર્મપત્‍ની જેતુબેન સોનગરા વિજેતા થયા છે.

ધ્રોલ-ખારવા બેઠકમાં  ભાજપના રંજનબેન જીવાણી ૪,૦૦૦ મતોની જંગી લીડથી વિજેતા થયા છે.

અમરેલી તા.પં. કુલ ૧૮. ભાજપ ૧૬, કોંગ્રેસ ૧, AAP  ૧. બગસરા તા.પં. કુલ ૧૬. AAP ૧૦, ભાજપ ૬. AAPએ સત્તા કબજે કરી.  ખાંભા તા.પં. કુલ ૧૬. ભાજપ ૧૨, AAP ૩, કોંગ્રેસ ૧. લીલીયા તા.પં. કુલ ૧૬. કોંગ્રેસ ૯, ભાજપ ૭. કોંગ્રેસની બહુમતી મેળવી હતી.

મોટાભાગના વિસ્‍તારોમાં ભાજપે આગેવાની જાળવી છે, પરંતુ બગસરા, લીલીયા અને ભુજના કેટલાક વોર્ડમાં વિપક્ષને સફળતા મળી છે. પરિણામ બાદ વિજેતા પક્ષોના કાર્યકરોમાં ઉત્‍સાહનો માહોલ છે.

Related posts

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

Ahmedabad Samay

સૈજપુર વોર્ડ ખાતે  વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

૦૫ મેં એ ધૈર્યરાજસિંહને લાગી જશે ઇન્જેક્શન, લોકોની મેહનત અને પ્રાથના કામ લાગી

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું

admin

એક ટિપ્પણી મૂકો