હરિયાણામાં બનેલા નિકિતા હત્યા કાંડની કરણી સેના ના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતે નિંદા કરતા જણાવ્યું હતું કે “ જ્યારે સંપૂર્ણ ઘટના ની CCTV ફૂટેજ મળી ગયેલ છે અને હત્યાનો આરોપી ની પુષ્ટિ પણ થઈ ચૂકી છે તો પ્રશાસન કેમ હજુ તે હત્યારાઓ ને સજા નહી આપી શકી, હજુ સુધી તે આરોપીઓ ને કેમ સજા આપવામાં આવી નથી. હવે જનતાએ જાગવું પડશે અને આ લોકશાહીના દેશમાં જનતા દ્વારા ચૂંટાઈ આવેલી સરકારે આવા હત્યાકાંડ અને બળાત્કારકાંડ વિશે કંઈક વિચારવું પડશે, આવા આરોપીઓ માટે હવે કાનૂન ના નીતિ નિયમો બદલવા જોઈએ અરબના દેશોમાં આવા અપરાધો માટે કડક માં કડક સજા છે તેવુ આપના દેશમાં લાગુ કરવા જોઈએ તોજ આપના દેશમાં આવા અપરાધો બંધ થશે, જો સરકાર થી કઈ ના થતું હોયતો આવા અપરાધીઓને પ્રજાને હવાલે કરી દેવા જોઈએ કાતો આવા નરાધમોને ચાર રસ્તા પર લટકાવી ખુલ્લેઆમ સજા આપવી જોઈએ અને એવી સજા આપવી જોઈએ કે આપણી બહેન,માં સામે કોઈ આંખ ઉચી કરી જોવાનું સાહસ કરે કે વિચારે પણ તેની આત્મા કાંપી જવી જોઈએ, જો આવી સજા આપવાની પદ્ધતિ અપનાવીશું તોજ આપણી બહેનો, માં અને દીકરીઓ સુરક્ષિત રહી શકશે , સરકાર આવી બાબતે ધ્યાન નથી આપતી માટેજ કરણી સેના ને આવા અન્યાય સામે બહેન અને દીકરીઓ ના રક્ષણ માટે લડવું પડેછે અને કરણી સેના ગૌ હત્યા, બહેન અને દીકરીઓ પર થતા અત્યાચાર માટે લડતું આવ્યું છે, લડતું રહેશે અને જો સરકાર હજુ પણ આવી ગંભીર બાબતો પર ધ્યાન નહિ આપે અને આવા અપરાધો માટે કાનુન નહિ બદલશે તો હું અને મારી કરણી સેના બહેન, માં અને દીકરીઓ ના રક્ષણ હથિયાર પણ ઉપાડવા પડશે તો તે પણ કરીશું, જો નરાધમો આપણી બહેનો અને દીકરીઓને સાથે આવુ કૃત્ય કરતા વિચારતા નથી તો આપણે પણ તેમને ક્રુરમાં ક્રૂર સજા આપવા માટે પીછેહટ ન કરવી જોઈએ.