અમદાવાદના નરોડા વિસ્તારમાં ઘણા સમયથી વાહન ચોરીની ભરીયાદ વધી રહી હતી જે જોતા નરોડા પોલીસ સ્ટેશના પી.આઇ. શ્રી પરેશ કામભલાએ ગુન્હાને ગંભીરતા પૂર્વક ધ્યાન આપતા તપાસના આદેશ આપ્યા હતા.
જે અંતર્ગત એ.એમ.પટેલ તથા સાથેના સર્વેલન્સ સ્કવોડના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.કો. પ્રવિણભાઇ વાઘાભાઇ તથા પો.કો. પ્રદીપકુમાર સમાભાઇ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે મુઠીયાગામ બસ સ્ટેન્ડ પાસેથી ને ( ૧ ) અમરતભાઈ ઉર્ફે બાબુભાઈ કેશાભાઈ ( ૨ ) કમલૈશ હદેરામ ગાદરી ને પકડી તેઓની પુછપરછ કરતાં બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારીથી નરોડા તેમજ સરદારનગર પો . સ્ટે ની હદમાંથી અગલ અલગ જગ્યાએથી એક્ટીવા તેમજ સાયકલની ચોરી કરતા હોવાની કબુલાત કરી હતી.
આરોપી પાસેથી મળેલ ( ૧ ) સફેદ કલરની એકટીવા – 07- PM – 6528 જેની ક્રિ રૂ . ૨૦,૦૦૦ / -(૨) સફેદ કલરનું એક્ટીવા નબર 7 . B – ૧૦૭૨ જેની કિ.રૂ. ૨૦,૦૦૦ / – તથા ( 3 ) બાઉન કલરનું એક્ટીવા જેનો G – on – U – ૦૪૯૨ જેની કી.રૂ. ૨૦,૦૦૦/ – તથા સાયકલ જેની કિ.રૂ .૪૦૦૦ / – ગણી શકાય તે તથા બીજા અન્ય મુદ્દામાલ જે ૬૦૦૦ / – ગણી કુલે મુદ્દામાલ રૂ .૭૦,૬૦૦ ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી વાહન ચોરીના ગુના શોધવામાં આવ્યું છે.
નરોડા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે જેને પગલે નરોડા વિસ્તારમાં ચોરીના બનાવ બનતા અટી જશે.