August 6, 2026
ગુજરાત

ખાડિયામાં કોંગ્રેસની પેનલના વિજય બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના તોફાન વચ્ચે કોંગ્રેસે જૂના શહેરના ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં મોટો ઉલટફેર કર્યો છે. ખાડિયા વોર્ડની ચારેય બેઠકો પર કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીતની ગુંજ છેક દિલ્હી સુધી પહોંચી છે અને ખુદ રાહુલ ગાંધીએ આ જીતને વધાવી છે.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે કે, ખાડિયામાં કોંગ્રેસની પેનલના વિજય બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ ખાસ ફોન કરીને ખાડિયા વોર્ડની જીત માટે ઇમરાન ખેડાવાલા અને વિજેતા ઉમેદવારોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા સીધી વાતચીતને પગલે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાડિયા વોર્ડ પરંપરાગત રીતે ભાજપ અને સંઘનો મજબૂત ગઢ રહ્યો છે. અહીં કોંગ્રેસની આખી પેનલનું વિજયી થવું એ ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવે છે.

ઇમરાન ખેડાવાલાની રણનીતિ અને સ્થાનિક ઉમેદવારોની લોકપ્રિયતાને કારણે કોંગ્રેસ આ બેઠક આંચકી લેવામાં સફળ રહી છે.

Related posts

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

છ માસની ગર્ભવતી મહિલા રિવરફ્રન્ટ પર પડતું મુકવા જતા બચાવવામાં આવી

Ahmedabad Samay

વિશેષ સાફલ્યગાથા – અમદાવાદ જિલ્લો ગો-ગ્રીન જેવી યોજના થકી પર્યાવરણને શુદ્ધ રાખવાનો સરકારનો નવતર અભિગમ

Ahmedabad Samay

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો