September 21, 2026
દેશરાજકારણ

પશ્ચિમ બંગાળમાં આ વખતે મોટું રાજકીય ઉલટફેર,બંગાળમાં લહેરાશે ભગવો

દેશના મહત્વના રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી 2026ના મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર એક્ઝિટ પોલના આંકડાઓ પર ટકી છે.

વિવિધ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા તારણો મુજબ પશ્ચિમ બંગાળમાં આ વખતે મોટું રાજકીય ઉલટફેર જોવા મળી શકે તેમ છે. મોટાભાગની એજન્સીઓ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું દર્શાવી રહી છે, જ્યારે આસામમાં નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની જોડીના નેતૃત્વમાં ભાજપ પોતાની સત્તા જાળવી રાખી હેટ્રિક તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કેરળમાં યુડીએફની વાપસી અને તમિલનાડુમાં ડીએમકેના વિજય રથના સંકેતો મળી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ: દીદીના ગઢમાં ભાજપની મજબૂત પકડ: બંગાળની 294 બેઠકો પર રસાકસીભર્યો જંગ ખેલાયો હતો. મોટાભાગની સંસ્થાઓ ભાજપની સરકાર બનવાની આગાહી કરી રહી છે:

PRAJA POLL: ભાજપને 178-208 બેઠકો અને ટીએમસીને 85-110 બેઠકો મળવાનો અંદાજ છે.   POLL DIARY: ભાજપને 142-171 બેઠકો અને ટીએમસીને 99-127 બેઠકો મળી શકે છે.   Chankya Strat.: ભાજપને 150-160 બેઠકો અને ટીએમસીને 130-140 બેઠકો મળવાની શક્યતા છે.   MATRIZE: ભાજપ 146-161 બેઠકો સાથે સત્તાના શિખરે પહોંચી શકે છે, જ્યારે ટીએમસી 125-140 બેઠકો પર અટકી શકે છે.

Peoples Pulse એ ટીએમસીની વાપસીની આગાહી કરતા તેમને 177-187 બેઠકો આપી છે અને ભાજપને 95-100 બેઠકો સુધી મર્યાદિત રાખ્યું છે. સટ્ટા બજારમાં પણ ભાજપને 175 બેઠકો સાથે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે.

આસામ – ભાજપની હેટ્રિકના સ્પષ્ટ સંકેત: આસામમાં હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ ગઠબંધન ફરી એકવાર સત્તા જાળવી રાખશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યા છે. 126 બેઠકો વાળી વિધાનસભામાં બહુમતી માટે 64 બેઠકોની જરૂર છે:   Axis MY INDIA: એનડીએને 88-100 બેઠકો અને કોંગ્રેસને 24-36 બેઠકો મળવાની આગાહી છે.   P Mark: એનડીએ 82-94 અને વિપક્ષ 30-40 બેઠકો મેળવી શકે છે.   MARTIZE: એનડીએને 85-95 બેઠકો મળવાનો અંદાજ છે.   Poll Diary: એનડીએને 86-101 બેઠકો મળવાની સંભાવના છે.   તમિલનાડુ અને કેરળ – દક્ષિણના રાજ્યોનો મિજાજ: તમિલનાડુમાં ડીએમકે સતત બીજી વાર સત્તા પર આવે તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. MATRIZE મુજબ ડીએમકેને 148-168 બેઠકો, એનડીએને 61-81 બેઠકો અને ટીવીકેને 18-26 બેઠકો મળી શકે છે. ABP પોલ ઓફ પોલ્સ મુજબ ડીએમકેને 122-132 અને એઆઈએડીએમકેને 87-100 બેઠકો મળી શકે છે. કેરળમાં પરંપરા મુજબ સત્તા પરિવર્તન થવાના સંકેત છે. News 18 ના મતે યુડીએફ (કોંગ્રેસ ગઠબંધન) ને 70-80 બેઠકો અને એલડીએફને 58-68 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 0 થી 4 બેઠકો મળવાનો અંદાજ છે. MATRIZE મુજબ કેરળમાં લેફ્ટને 60-65 અને કોંગ્રેસને 70-75 બેઠકો મળવાની સંભાવના છે.   પુડુચેરીમાં એનડીએને બહુમતીની આશા: કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 30 બેઠકો માટે થયેલા મતદાનમાં એનડીએ મજબૂત સ્થિતિમાં જણાય છે. Axis My India ના સર્વે મુજબ એનડીએને 16-20 બેઠકો મળી શકે છે, જે બહુમતીના આંકડા 16 ને પાર કરે છે. જ્યારે કોંગ્રેસના ફાળે 6-8 બેઠકો અને અન્યને 3 બેઠકો જઈ શકે છે. અહીં ભાજપ અને સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ વચ્ચે મુખ્ય ટક્કર જોવા મળી રહી છે.

Related posts

છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો.

Ahmedabad Samay

આપના મોબાઇલમાં આજે દેખાશે વોટ્સએપ “એપનું” સ્ટેટસ

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું થયું અવસાન

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

લગભગ ૩૯.૧ ટકા ખેડૂતોએ મોદી સરકારની કામગીરીથી સંતોષ વ્‍યક્‍ત કર્યો

Ahmedabad Samay

દુબઇમાં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર, હવે મળશે દુબઇની નાગરિકત્વ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો