UAE માં કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર છે. દુબઈ સ્થિત એર કેરિયર અમીરાત એરલાઇન્સે 23 જૂનથી ભારતથી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં ફ્લાઇટ્સમાં નિયમોમાં ફેરફાર થયા પછી દુબઈની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ કોરોના રસી મેળવનારા ભારતીયોને યુએઈમાં તેમના ઘરે પાછા ફરવાની મંજૂરી આપી હતી.
ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને નાઇજિરીયાના લોકોને પણ પરત ફરવાની મંજૂરી આપવામાં આવી છે. અમીરાત એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે ભારતથી મુસાફરોને મંજૂરી આપવાના નિર્ણયને આવકારે છે. કંપનીએ દ્વારા જણાવ્યું છે કે પ્રોટોકોલ મુજબ તે 23 જૂનથી પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ કરવા જઈ રહી છે. આ અગાઉ 24 એપ્રિલના રોજ યુએઈએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારતથી મુસાફરોના આગમન પર પ્રતિબંધ મૂક્યો હતો