October 7, 2026
અપરાધગુજરાત

વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન  રહેવા  ગુજરાત પોલીસે જાહેર જનતાને અપીલ

વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન  રહેવા  ગુજરાત પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે

ગુજરાત સહિત દેશના મોટાં ભાગના રાજ્યોમાં ડિજીટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે
આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવી ટેકનીક દ્વારા લોકોને છેતરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાત સહિત દેશના મોટાં ભાગના રાજ્યોમાં ડિજીટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે.

વસ્તી ગણતરી(સેન્સસ)ના બહાને નાગરિકોને શિકાર બનાવવાનું એક મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવતી આ છેતરપિંડીથી રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વની એડવાઈઝરી જાહેર કરીને લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. કપટી તત્વોથી સાવધાન રહેવા અને સહેજ પણ બેદરકારી ન દાખવવા પોલીસ તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.

વસ્તી ગણતરીનાં નામે છેતરપિંડીની નવી તરકીબો

વસ્તી ગણતરીની પ્રક્રિયાનાં ભાગરૂપે અજાણ્યા નંબરો પરથી નાગરિકોને અંગત વિગતો અપડેટ કરવા આવતા ફોન, મેસેજ કે વોટ્સએપ
નકલી લિંક કે અજાણી એપ્લિકેશન (APK ફાઈલ) ડાઉનલોડ કરવા માટે થતો આગ્રહ
આ બાબતે ગુજરાત પોલીસે પોલીસે ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ નાગરિક આવી નકલી લિંક ઓપન કરે છે કે અજાણી એપીકે(APK) ફાઈલ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે છે, તો તેનાથી તેમનો આખો ફોન હેક થઈ શકે છે. ફોન હેક થતાં જ સાયબર ગુનેગારો બેંકિંગ વિગતો ચોરીને ગણતરીની મિનિટોમાં જ નાગરિકોનું આખું બેંક ખાતું સાફ કરી શકે છે અને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
કેન્દ્ર કે રાજ્ય સરકાર ક્યારેય પણ વસ્તી ગણતરીના કામકાજ માટે ફોન પર કોઈ ઓટીપી(OTP), બેંક ખાતાની વિગતો કે આધાર કાર્ડની ગુપ્ત માહિતી માંગતી નથી તેની નાગરિકોને ખાસ નોંધ લેવા અને સજાગ રહેવા ગુજરાત પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. ‘જાગૃત બનો, સુરક્ષિત રહો’ના સૂત્ર સાથે પોલીસે તમામ નાગરિકોને આ સાયબર ફ્રોડથી બચવા અને અન્યોને પણ જાગૃત કરવા આહવાન કર્યું છે.

Related posts

શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૫ થી ૩૧ માર્ચ સુધી ઉદ્યોજક સોહળા / ખાદ્ય મહોત્સવ અને ગુડી પડવા નું ભવ્ય કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

NEET પેપર લીક કરનાર દોષિત ઠરનારાઓ માટે ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂ.૧૦ કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવશે

Ahmedabad Samay

ચીનને ભારત સરકાર તરફથી વધુ એક ઝટકો, ચીની ૧૧૮ એપ બેન્ડ

Ahmedabad Samay

વિસનગરના કમાણા ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા ૧,૦૦,૦૦૧ નો દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

શિવરાજપુર બીચ ખાતે સી.એમ. રૂપાણીએ મુલાકાત લીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો