“મુખ્યમંત્રી રૂપાણીએ સાંજે સરકીટ હાઉસ, દ્વારકા ખાતે જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી, શીવરાજપુર બીચના કામો અને બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વિકાસ કામોની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ સમીક્ષા મુલાકાતમાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ ,મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રવાસન સચિવ હરિત શુક્લા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ આઇ જી , સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાછલી પોસ્ટ