September 11, 2026
Other

GSRTC દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા રાજ્યના બેરોજગાર યુવાનો માટે આ એક ઉત્તમ તક સામે આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ડ્રાઈવર અને કંડક્ટરની બંને મળીને કુલ 8,917 જેટલી અધધ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.

નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ મેગા ભરતીમાં કંડક્ટરની કુલ 4,318 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જ્યારે બીજી તરફ, એસટી બસના ડ્રાઈવર માટે કુલ 4,599 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા અને જરૂરી માપદંડો પૂર્ણ કરતા ઉમેદવારો આ બંને કેડર માટે ઓનલાઈન અરજી કરી શકશે.

આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 જૂનથી સત્તાવાર રીતે શરૂ થઈ જશે. ઈચ્છુક ઉમેદવારો આગામી 5 જુલાઈ સુધી ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના ફોર્મ ભરી શકશે. આશરે એક મહિના સુધી ચાલનારી આ અરજી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ભાગ લે તેવી શક્યતા છે. ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને ફી ની વિગતવાર માહિતી GSRTCની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાશે.

Related posts

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

Ahmedabad Samay

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે

Ahmedabad Samay

1 એપ્રિલથી માત્ર BS6-II વ્હીકલ જ બનશે, ડીઝલ કાર પર સૌથી મોટું સંકટ.. બાઇક પણ થશે મોંઘી

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા ઓઢવમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાટલામાં રીફીલીંગ કરતા કામને ઝડપી પડ્યા

Ahmedabad Samay

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો