July 26, 2026
તાજા સમાચારદેશરાજકારણ

દેશની વર્તમાન પરીક્ષા પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા PM મોદીએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય,ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રના ૬ દિગ્ગજોનો કમિટીમાં સમાવેશ

દેશની વર્તમાન પરીક્ષા પ્રણાલીને વધુ સુદ્રઢ, આધુનિક અને પારદર્શક બનાવવાના હેતુથી PM નરેન્દ્ર મોદી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

દેશમાં સમયાંતરે પરીક્ષાઓમાં સામેલ થતી ખામીઓ અને પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે એક ઉચ્ચ સ્તરીય (હાઇ-પાવર) ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. આ વિશેષ કાર્યદળની કમાન આઇટી ક્ષેત્રના દિગ્ગજ અને ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીને સોંપવામાં આવી છે.

​વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આ હાઇ-પાવર ટાસ્ક ફોર્સ દેશની સમગ્ર પરીક્ષા પદ્ધતિની સમીક્ષા કરશે અને તેમાં જરૂરી સુધારાઓ માટે વ્યાપક ભલામણો રજૂ કરશે. આધાર કાર્ડ પ્રોજેક્ટના સફળ અમલીકરણ અને ટેક્નોલોજી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા નંદન નિલેકણી આ સમિતિનું નેતૃત્વ કરીને પરીક્ષાઓના આયોજનથી લઇને પરિણામ સુધીની પ્રક્રિયાને ફૂલપ્રૂફ બનાવવાની દિશામાં કામ કરશે.

​આ સમિતિ મુખ્યત્વે પરીક્ષા પ્રક્રિયામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો, ડેટા સિક્યોરિટી કેવી રીતે મજબૂત કરવી અને માનવીય હસ્તક્ષેપ ઘટાડીને ગેરરીતિઓ પર કેવી રીતે પૂર્ણવિરામ મૂકવું તે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ દ્વારા લેવાતી પરીક્ષાઓની વિશ્વસનીયતા પુનઃ સ્થાપિત કરવા અને કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ ટાસ્ક ફોર્સ એક મજબૂત મોડલ તૈયાર કરશે, જે આગામી સમયમાં દેશની શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ચિત્ર બદલી નાખશે.

ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રના ૬ દિગ્ગજોનો કમિટીમાં સમાવેશ:

આ હાઈ-પાવાર્ડ ટાસ્ક ફોર્સમાં દેશની વિવિધ અગ્રણી સંસ્થાઓના ૬ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે:

નંદન નિલેકણી (ઇન્ફોસિસ સહ-સ્થાપક): ઇન્ફોસિસના સહ-સ્થાપક અને ટેકનોલોજી એક્સપર્ટ નંદન નિલેકણી આ કમિટીનું નેતૃત્વ કરશે. તેમણે આધાર પ્રોજેક્ટને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IIT બોમ્બેથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરનાર નિલેકણીએ ૧૯૮૧માં એન.આર. નારાયણ મૂર્તિ સાથે મળીને ઇન્ફોસિસની સ્થાપના કરી હતી.

એસ. સોમનાથ (ISRO ભૂતપૂર્વ ચેરમેન): ભારતના અંતરિક્ષ કાર્યક્રમ સાથે લાંબા સમયથી જોડાયેલા અને ISROના ભૂતપૂર્વ ચેરમેન એસ. સોમનાથનો સમાવેશ કરાયો છે. તેમણે ૧૯૮૫માં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી કારકિર્દી શરૂ કરી હતી અને જાન્યુઆરી ૨૦૨૨માં ISROના પ્રમુખ બન્યા હતા.

તપન ડેકા (IB ભૂતપૂર્વ નિયામક): ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ભૂતપૂર્વ વડા અને ૧૯૮૮ બેચના હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી તપન ડેકાને સુરક્ષા અને ઇન્ટેલિજન્સ બાબતોના વિશાળ અનુભવને ધ્યાને રાખીને આ ટીમમાં સામેલ કરાયા છે.

વી. કામકોટી (IIT મદ્રાસ ડાયરેક્ટર): IIT મદ્રાસના ડાયરેક્ટર અને કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન સિક્યુરિટી તથા VLSI ડિઝાઇનના નિષ્ણાત વી. કામકોટી આ કમિટીના સભ્ય છે. તેઓ જાન્યુઆરી ૨૦૨૨થી IIT મદ્રાસના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

શ્રીમતી અનીતા કરવાલ (ભૂતપૂર્વ શિક્ષણ સચિવ): શિક્ષણ મંત્રાલયમાં અગત્યની ફરજ બજાવી ચૂકેલા ૧૯૮૮ બેચના IAS અધિકારી અને ભૂતપૂર્વ શિક્ષણ સચિવ શ્રીમતી અનીતા કરવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમૃત લાલ મીણા (લોજિસ્ટિક્સ એક્સપર્ટ): લોજિસ્ટિક્સ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાત અમૃત લાલ મીણાને પણ આ ટાસ્ક ફોર્સમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Related posts

ટૂંક સમયમાં ભારતીય ચલણ ડોલરની જગ્યા લઇ શકે છે,૧૮ દેશો ભારતીય નાણાંમાં વેપાર કરવા તૈયાર

Ahmedabad Samay

બ્લાસ્ટ યહૂદીઓ નિશાન બનાવીને કરવામાં આવ્યો

Ahmedabad Samay

અરુણ ગોવિલે ભગવો ધારણ કર્યો, રામાયણ માં શ્રી રામ બનેલા અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

મોદી સરકારની મોટી જીત,લોકસભામાં વક્‍ફ સંશોધન બિલ પસાર, વક્‍ફ બિલ સંશોધનના પક્ષમાં ૨૮૮ મત પડ્‍યા હતા અને વિરોધમાં ૨૩૨ મત પડ્‍યા, જાણો વકફ બોર્ડની સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડએ ૫૧૩ જેટલી જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી. જાણો સંપૂર્ણ વિગત

Ahmedabad Samay

તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા અભ્યાસ કરો’, તાજ મહેલના ૨૨ રૂમ ખોલવા મામલે અરજદારને હાઈકોર્ટે ફટકાર લગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો