ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમ હેઠળ રાજ્યના દરેક પરિવારને પ્રતિ વર્ષ રુ.5 લાખનું વીમા કવચ મળશે. આ યોજના માટેનું રજિસ્ટ્રેશન શરુ કરી દેવાયું છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને જણાવ્યું કે દેશમાં રાજસ્થાન એવું પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાં દરેક પરિવારને દર વર્ષે 5 લાખનું વીમા કવચ મળશે.લોકો નોંધણી કરાવી શકે છે અને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવી શકે છે. તેમણે કહ્યું કે સરકારની કેશલેસ ટ્રીટમેન્ટ માટેની નોધણી શરુ કરાઈ છે,
મુખ્યમંત્રી ગેહલોતે જણાવ્યું કે રાજ્યના તમામ નાગરિકોને મેડિકલ સુવિધા પૂરી પાડવા માટેની આ સૌથી મોટી હેલ્થ સ્કીમ છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દરેક જિલ્લાને ફંડ પુરુ પાડશે. મુખ્યમંત્રીએ રાજ્યના દરેક જિલ્લાની સ્થાનિક જરુરિયાતો અનુસાર જાહેર સુવિધા સર્જન સંબંધિત કામ માટે ફંડ પુરુ પાડવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે સીએમ ગેહલોતે રાજ્યના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી જે આજથી અમલી બની છે. આ યોજનાના અમલીકરણ અને મંજૂરી માટે રાજ્ય સ્તરે ગ્રામીણ વિકાસ વિભાગ અને તો જિલ્લા સ્તરે જિલ્લા પરિષદ નોડલ એજન્સી તરીકે કામ કરશે.