સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મંદિરોમાં ખાસ પૂજા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,
તેવામાં નવા નરોડામાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટના રહીશો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ, બાળકો દ્વારા કૃષ્ણ ભગવાન નો વેશ ધારણ કરવામાં આવ્યો હતો અને મટકી ફોડવામાં આવી હતી, રાત્રે ૧૨:૦૦ કલાકે કાનુડાના પ્રાગટ્ય સાથે મહાઆરતી યોજાઈ હતી, રાસ-ગરબા અને ભક્તિગીતો થી શ્રી કૃષ્ણ જન્મોત્સવની રહીશો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી
