મોદી રાજમાં હાર્દિકના વ્યંગચિત્રના વિશેષ બુક પ્રકાશિત થવાનાં સમાચાર મોદીજી સુધી જલદી પહોંચે અને આદરણીય વડાપ્રધાન મોદીજી આ બુક નું તેમના હાથે વિમોચન કરે: મૌલિક શાહ*
સ્ટાર રિપોર્ટ મેગેઝિન દ્વારા આયોજિત મોદી રાજ માં હાર્દિકના વિશેષ અંકના વ્યંગચિત્ર નું વિમોચન બી. વેલ્ધી કન્સલ્ટન્સ પ્રા. લિમિટેડ નાં માલિક શ્રી મૌલિક શાહના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મૌલિક શાહે હાર્દિક હુંડિયાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે હાર્દિક હુંડિયા જીએ આ વ્યંગચિત્ર દ્વારા મોદીજીના કાર્યોને સામાજિક અને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.સ્ટાર રિપોર્ટના એડિટર-ઈન-ચીફ હાર્દિક હુંડિયાએ તેમને ત્રિરંગાનો દુપ્પટો અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે સ્ટાર રિપોર્ટના સહ સંપાદક રશ્મિ દવે, જાગરણ જંકશનના આશુતોષ ગુપ્તા અને શ્રદધા રાયબાન હાજર રહ્યા હતા.
