October 2, 2026
Other

જામનગરની કંપનીમાંથી રૂ.70થી 80 લાખના માલની કથિત ચોરીનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો, FIR રદ કરવાની અરજી પર આરોપીએ પિટિશન પરત ખેંચી

જામનગર | અમદાવાદ સમય:
જામનગરની અરજણ પ્રીશીઝન મેટલ પ્રા. લિ. કંપનીમાંથી બ્રાસ, કોપર, સ્ટીલ, ચાંદી પ્લેટિંગનો માલ, ટૂલ્સ તથા ભંગાર સહિત આશરે રૂ.70થી 80 લાખની કિંમતનો માલ ઓછો હોવાનું સામે આવતાં ચકચાર મચી હતી. આ મામલે કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યા બાદ કેસ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

મળતી માહિતી મુજબ, કંપનીમાં અલગ-અલગ મશીન કોમ્પોનેન્ટ્સ બનાવવાનું કામ કરવામાં આવે છે. કંપની દ્વારા એપ્રિલ-2026 દરમિયાન સ્ટોકની મેળવણી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન મશીન કોમ્પોનેન્ટ્સ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ મટિરિયલ તથા અન્ય સામાનના જથ્થામાં મોટો તફાવત જોવા મળ્યો હતો.

CCTV તપાસમાં કથિત રીતે સમગ્ર મામલો સામે આવ્યો

સ્ટોકમાં થયેલી ઘટ અંગે કંપની દ્વારા અલગ-અલગ રીતે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કંપનીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવતા કંપનીમાં છેલ્લા એક વર્ષથી સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતા દિવ્યેશગીરી સુરજગર ગોસ્વામી તથા અન્ય બે વ્યક્તિઓ દ્વારા કંપનીની પરવાનગી વગર માલ બહાર લઈ જવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કંપનીના જણાવ્યા મુજબ, ગાયબ થયેલા માલની કુલ કિંમત આશરે રૂ.70થી 80 લાખ હોવાનું સામે આવ્યું હતું.

કંપનીના ડાયરેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી

આ મામલે કંપનીના ડાયરેક્ટર દિલીપભાઈ ટેકચંદભાઈ ચંદનાણી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે દિવ્યેશગીરી સુરજગર ગોસ્વામી વિરુદ્ધ FIR નોંધી તપાસ હાથ ધરી હતી.

FIR બાદ આરોપી દિવ્યેશગીરી સુરજગર ગોસ્વામી દ્વારા FIR રદ કરવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

હાઇકોર્ટ સમક્ષ તપાસ અહેવાલ અને સાક્ષીઓના નિવેદનો રજૂ થયા

કેસની સુનાવણી દરમિયાન તપાસ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલ, સાક્ષીઓના નિવેદનો તથા બંને પક્ષકારોની રજૂઆતોને હાઇકોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવી હતી.

રજૂઆતો અને તપાસ સંબંધિત સામગ્રીને ધ્યાનમાં લીધા બાદ FIR રદ કરવા યોગ્ય પરિસ્થિતિ ન હોવાનું જણાતા આરોપી તરફથી દાખલ કરવામાં આવેલી કવોશિંગ પિટિશન પરત ખેંચવામાં આવી હતી (withdrawn).

આથી આ તબક્કે FIR રદ થઈ નથી અને પોલીસ ફરિયાદ આધારે ચાલી રહેલી કાયદેસરની કાર્યવાહી યથાવત રહે છે.

મૂળ ફરિયાદી કંપની તરફથી વકીલોની રજૂઆત

ગુજરાત હાઇકોર્ટમાં મૂળ ફરિયાદી કંપની અરજણ પ્રીશીઝન મેટલ પ્રા. લિ. તરફથી જામનગરના સિનિયર વકીલ જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા ગુજરાત હાઇકોર્ટના વકીલ નિરલ વી. ઝાલા અને જીતેન્દ્ર ડી. પટેલ રોકાયેલા હોવાનું જણાવાયું છે.

Related posts

100થી વધુ વખત રક્તદાન! ‘Lifesavers United’ના સ્થાપક મોક્ષેશ શાહનું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સન્માન

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ગંભીર અકસ્માત,આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં ‘ઓપરેશન શેરાવાલી’ દરમિયાન ભારતીય સેનાના એક જાંબાઝ અધિકારી શહીદ થયા

Ahmedabad Samay

અમદાવાદમાં એક ખાસ કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Ahmedabad Samay

નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે આગળ વધવું જોઈએ : જામસાહેબે

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો