અમદાવાદ સમય | અસારવા
અમદાવાદના અસારવા વિસ્તારમાં પ્રશાંત રૂપાલા દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
કેમ્પમાં ગાયનેકોલોજિસ્ટ, બાળરોગ નિષ્ણાત, જનરલ ફિઝિશિયન અને ઓર્થોપેડિક નિષ્ણાત સહિતના તબીબોએ સેવાઓ આપી હતી. આ ઉપરાંત આંખોની પણ નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી, જેમાં મોતિયા અને ગ્લુકોમા જેવી આંખની સમસ્યાઓની તપાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં જરૂરિયાતમંદ નાગરિકોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ દર્દીઓને જરૂરી નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી.
આવા આરોગ્યલક્ષી કેમ્પના આયોજનથી સ્થાનિક નાગરિકોને વિવિધ તબીબી સેવાઓ એક જ સ્થળે મળી રહે છે અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળે છે.
અમદાવાદ સમય માટે અહેવાલ
