August 7, 2026
Other

દત્તાત્રેય હોસબલેએ ગુજરાતના સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

અમદાવાદમાં પીરાણા ખાતે શુક્રવારથી માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની ત્રણ દિવસીય વાર્ષિક પ્રતિનિધિ બેઠક નો પ્રારંભ થયો છે. પીરાણા ગામમાં શરૂ થયેલી બેઠકમાં, સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે સહિત દેશભરમાંથી સંઘના લગભગ 1200 અધિકારીઓ અને પ્રચારકો હાજરી આપી રહ્યા છે. બેઠકના અંતમ દિવસે સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે એ જણાવ્યું હતું કે ગુજરાતના સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સંઘ પ્રેમી બંધુઓએ આ કાર્યને પોતાનું જ કાર્ય ગણીને સહકાર આપ્યો છે.

તેમણે સામાજિક પરિવર્તનના કામ, ગૌ સેવા, સ્વચ્છતા અભિયાન જેવા કામ કરવા માટે કાર્યકર્તા તૈયાર કરાશે. સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે જણાવ્યું કે ત્રણ દિવસથી શિબિર ચાલી રહી છે. ગુજરાત સમાજના લોકો પ્રતિનું કૃતજ્ઞતા વ્યકત કરું છું કે તેમણે ખુબ સહકાર આપ્યો છે. અહીંના કાર્યકર્તાઓએ સંઘના કામને પોતાનું જ કામ ગણીને સહકાર આપ્યો છે.

તેમણે કહ્યું કે દર ત્રણ વર્ષે વિસ્તારને લઈ સમીક્ષા કરીએ છીએ. આ પ્રક્રિયાના ભાગરૂપે આ બેઠક મળી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે. અમદાવાદના પીરાણા ખાતે આવેલા નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે સંઘની ત્રી-દિવસીય રાષ્ટ્રીય પ્રતિનિધિની બેઠક આ જ ઉપલક્ષમાં મળી હતી.

દેશભરમાં 55,000 સ્થાન ઉપર સંઘની પ્રવૃત્તિ ચાલી રહી છે. અવનાર બે વર્ષમાં આ સ્થાનોની સંખ્યા 1 લાખ સુધી પહોચાડવાનો લક્ષ છે. લોકો વચ્ચે જઈ શકાય તેવા જનજાગૃતિ કાર્યક્રમો અંગે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગોને કેવી રીતે વેગવંતુ બનાવવા માટેના કાર્યક્રમો કરવામાં આવશે. સંઘના સ્વયંસેવકો આવનાર દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે.

Related posts

મહારાણા પ્રતાપ સિંહની 486મી જન્મજયંતિ આજે અમદાવાદમાં ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવી

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા અને વિજાપુરથી ડૉ સી જે ચાવડાને ટિકિટ અપાઇ

Ahmedabad Samay

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો