September 25, 2026
ગુજરાત

ઓગસ્ટ માસ થી બાઈક અને કાર થશે સસ્તી, વીમા ના પૈસામાં થશે બચત:ભાવિન પટેલ ( ઇન્સ્યોરન્સ એડવાઇઝર)

જો તમે પણ નવુ બાઈક કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આગામી મહિની ખરીદી થોડી સસ્તી પડશે. આવુ એટલા માટે છે કે, વ્હિકલ ઈંશ્યોરન્સના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ માટે ઈરડાએ લોંગ ટર્મ મોટર થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સ પેકેજ પાછુ લઈ લીધુ છે. ત્યારે હવે કાર ખરીદતી વખતે ૩ વર્ષ અને બાઈક ખરીદતી વખતે ૫ વર્ષનું કવર લેવાનુ જરૂરી નથી. અગાઉ તેને ફરજિયાત કર્યુ હતું. આ ફેરફાર ૧ ઓગસ્ટથી લાગૂ થવા જઈ રહ્યો છે. જેનાથી કરોડો લોકોને ફાયદો થશે.
કોઈ પણ દુર્ઘટનામાં મોટર ઈંશ્યોરન્સ પોલીસી તમને મુખ્ય રૂપે બે રીતે સુરક્ષા આપે છે. એક હોય છે ઈંશ્યોરન્સ કરાવનારનું નુકસાન, જેને ઓન ડેમેજ કહેવાય છે. મતલબ કે વાહનમાં કોઈ તૂટ ફૂટ થાય તો.

આ ઉપરાંત તેમાં થર્ડ પાર્ટી એટલે કે, બીજો વ્યકિત કે, જેનું આ દુર્ઘટનાામાં નુકસાન થયુ છે, તેની પણ ક્ષતિપૂર્તિ ઈંશ્યોરન્સ કવર હોય છે. તો વળી ઓન ડેમેજ પોલીસીમાં થર્ડ પાર્ટી પોલીસીના તમામ કવર ઉપરાંત ઈંશ્યોર્ડ વ્હીકલના નુકસાનનું પણ કવર મળે છે.

Insurance Advisor
Bhavin Patel, Insurance advisor

ઇન્સ્યોરન્સ એડવાઇઝર ભાવિન પટેલ પ્રમાણે નવા નિયમ પ્રમાણે હવે નવા નિયમ પ્રમાણે ૦૧ વર્ષનો વીમો લેવો પડશે પહેલા બાઇલ ખરીદી પર ૦૫ વર્ષનો વીમો લેવો પડતો હતો અને કાર ખરીદી પર ૦૩ વર્ષનો વીમો લેવો પડતો હતો તે હવે ગ્રાહકો એ લેવો ફરજિયાત નથી જેના કારણે બાઇક પર અંદાજીત ૪૦૦૦રૂ. અને કાર પર અંદાજીત ૮ થી ૧૦,૦૦૦રૂ નો ફાયદો ગ્રાહકોને મળશે.

Related posts

માસ્ક ન પહેરવા પર ફટકારવામાં આવતા ૫૦૦રૂ. દંડ સામે વિરોધ પ્રદર્શન કરતા એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ની અટકાયત

Ahmedabad Samay

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

દિવાળી તહેવાર નિમિત્તે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો

Ahmedabad Samay

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો