ગંભીર પ્રકારના ગુનામાં હાલના તબક્કે જામીન ન આપવા આપવા જોઈએ તેવી રજૂઆત પોલીસે તથ્ય પટેલના જામીન મામલે કરી છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરાઈ હતી. ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી રજૂઆત કરાઈ હતી. પીડિત પક્ષના વકીલ પણ હાજ રહ્યા હતા. કોર્ટે વધુ સુનાવણી આવતીકાલ સુધીમાં મુલતવી રાખી છે.
તથ્ય પટેલની જામીન અરજીના વિરોધમાં પોલીસે એફિડેવિટી નોંધાવી છે. 9 લોકોને અડફેટે લેનાર તથ્ય પટેલની જામીનનો પોલીસે જ વિરોધ કર્યો છે.
પીડિતોના વકીલ તરફથી તથ્યને જામીન મળશે તો પુરાવાને નુકસાન થઈ શકે છે તેમ કહેવામાં આવ્યું હતું.
થોડા સમય પહેલા જ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા છે. આ મામલે પિતા પુત્ર બન્ને જેલમાં બંધ છે. તથ્ય પટેલની જામીન અરજી સામે કેમ જામીન ન આપવી તેના કારણો આપવામાં આવ્યા છે. સૌથી ગંભીર પ્રકારનો આ ગુનો છે. પિડીત પરીવાર પણ હાજર રહ્યો હતો. આવતીકાલ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.
ઈસ્કોન અકસ્માત બ્રિજ કેસ મામલે એક સાથે 9 લોકોના જીવ તથ્ય પટેલની કારની અડફેટે આવતા થયા છે. કમકમાવતી આ ઘટના વિશે આજે પણ લોકો યાદ કરે છે તો કરુણ દ્રશ્યો સામે આવી જાય છે ત્યારે તથ્ય પટેલ અને તેના પિતા અત્યારે જેલમાં બંધ છે. આજે તથ્યની રેગ્યુલર જામીન અરજી પર રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી.