September 22, 2026
ગુજરાત

ઓમિક્રોનની હવે ગુજરાતમાં એન્ટ્રી, તંત્રમાં ખળભળાટ મચી જવા પામી. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો

સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી રહેલો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનએ ભારત બાદ હવે ગુજરાતમાં પણ એન્ટ્રી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો છે અને તેને હાલ આઈસોલેશન વોર્ડમા દાખલ કરવામાં આવેલ છે. ઘાતક ગણાતા આ નવા વેરીયન્ટનો કેસ જામનગરમાં નોંધાતા જ તંત્ર દોડતુ થઈ ગયુ છે.

દેશભરમાં કોરોના વાયરસના નવા વેરીયન્ટને લઈને હાઈએલર્ટ આપવામાં આવ્યુ છે ત્યારે જામનગરથી પહેલો કેસ આવતા ચિંતાની લાગણી ફેલાઈ છે. ઝિમ્બાબ્વેથી આવેલ દર્દીનો રીપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યુ કે આ દર્દી ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત છે. આ દર્દીમાં નવો વેરીયન્ટ જોવા મળતા હવે ગુજરાતમાં હવે સતર્કતા રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. અત્રે નોંધનીય છે કે આ દર્દીને અગાઉ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા તેથી સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હતા. હવે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આફ્રિકાથી ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા દર્દીના રીપોર્ટ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે.  જામનગરમાં પ્રથમ કેસ નોંધાતા સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયુ છે.

આ દર્દીને સરકારી જી.જી. હોસ્પીટલમાં અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે અને આ દર્દીની ઉંમર ૭૨ વર્ષ હોવાનું જણાય છે. આ દર્દી વાયા દુબઈ થઈને જામનગર પહોંચ્યા હોવાથી તેમની સાથેના લોકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

Related posts

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

Ahmedabad Samay

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

AI 171 ફ્લાઈ ક્રેશમાં જીવ ગુમાવનાર GISF ગાર્ડ સ્વ:રાજેન્દ્ર પાટનકરની યાદમાં કવિ શ્રી ગિરીશ ઠાકુર SSI, GISFSએ કવિતા રજુઆત કરી

Ahmedabad Samay

અમદાવાદ: 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, બાપ-દીકરાએ કાન પકડી ઉઠકબેઠક કરી માફી માગી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

Ahmedabad Samay

જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો