November 7, 2026
અપરાધ

મહિલાઓની ચેઇન સ્નેચિંગ અને કાનની સોનાની બુટ્ટી ખેંચી ચોરી કરતી ગેંગની ઇસનપુર પોલીસે કરી ધરપકડ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓની ચેઇન સ્નેચિંગ અને કાનની સોનાની બુટ્ટી ખેંચી લેવાના બનાવોથી ફફડાટ ફેલાયો હતો. જોકે, ઇસનપુર પોલીસે આવા ગુનાઓને અંજામ આપતી એક સક્રિય ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. આ આરોપીઓ એક જ ઝાટકે મહિલાઓના કાનમાંથી બુટ્ટી ખેંચીને બાઇક પર પલાયન થઈ જતા હતા. આ ધરપકડથી અમદાવાદના પાંચ અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને તેમની પાસેથી કુલ ₹૧.૧૪ લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા. ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ હરમાસ શેખ, મોહમ્મદ નવાઝ શેખ અને મોહસીન રંગરેજ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરતા અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો. આ ગેંગ માત્ર ઇસનપુર જ નહીં, પરંતુ શહેરના અન્ય વિસ્તારો જેમ કે નારોલ, મણિનગર અને વટવામાં પણ અલગ-અલગ મહિલાઓને નિશાન બનાવીને તેમના કાનમાંથી સોનાની બુટ્ટીઓ ખેંચીને ચોરી કરતી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો કુલ ₹૧.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાઓના કાનમાંથી બુટ્ટી ખેંચી લેવાના આ પ્રકારના ગુનાઓ માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ મહિલાઓની શારીરિક ઇજા અને માનસિક આઘાતનું પણ કારણ બને છે.

Related posts

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ ઉપર અકસ્‍માતમાં કોન્‍સ્‍ટેબલનું મોત

Ahmedabad Samay

રક્ષક જ બન્યો ભક્ષક, સિનિયર પી.આઇ. વિરુદ્ધ જ કરાઇ ફરિયાદ

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

admin

કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

જવેલર્સ લોબીમાં મંદી અને લૂંટના કારણે ભયનો માહોલ

Ahmedabad Samay

વલસાડ જીલ્લાના પ્રોહીબિશનના કુલ -7ગુનાઓમાં નાસતા ફરતા 4 આરોપીઓને વલસાડ જીલ્લા LCB એ દબોચી લીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો