August 7, 2026
ગુજરાતઅપરાધરાજકારણ

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

મેમનગર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપમાં પંચર બનાવતા વ્યક્તિએ આત્મહત્યા કરતા પેટ્રોલ પંપના સંચાલક અને મેનેજર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. ત્યારે સોશિયલ મીડિયામાં મૃતકનો વાયરલ વિડીયો પણ પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થયો છે. મહત્વનું છે કે પેટ્રોલ પમ્પ  બીજેપીના માજી કોર્પોરેટર જીતુ રાણાનો હોવાનું સામે આવ્યું છે.

સીબ્બુ મણીયન ઇરાવાએ આત્મહત્યા કરતા પહેલા પેટ્રોલ પંપ પરથી જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેની કથની લોકો સમક્ષ મૂકી હતી કે તેને કેવી રીતે હેરાનગતિ કરવામાં આવતી. જોકે હેરાનગતિનો સીલસીલો છેલ્લા બે સપ્તાહથી ચાલતો હતો. જેને પગલે કંટાળીને આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો, બાદમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હાલમાં પોલીસે ડાઇંગ ડિકલેરેશન ના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ પણ બીજેપી કોર્પોરેટરના ત્રાસથી  આત્મહત્યા કર્યાનો વિવાદ સામે આવેલો. તેવામાં બીજેપીના પૂર્વ કોર્પોરેટરના ત્રાસથી યુવાને આત્મહત્યા કરી લેતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા ની ફરિયાદ નોંધવાની વધૂ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદને કોંગ્રેસનું કમિટમેન્ટ હેઠળ 15 મુદ્દાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કર્યા

Ahmedabad Samay

હોળીના વિવિધ નામો અને અનોખી રીત-ભાત: ભારતના અન્ય રાજ્યોમાં પણ હોળીના રસપ્રદ રૂપો

Ahmedabad Samay

કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા

Ahmedabad Samay

વી.એચ.પ પ્રાંતના સંગઠન પ્રધાન શ્રી ખગેન્દ્ર ભાર્ગવની કાર પર ફાયરિંગ

Ahmedabad Samay

અમદાવાદમાં આગામી માર્ચ મહિના સુધીમાં 5 ઇલેક્ટ્રિક વાહનો માટે હવે ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો