ગુજરાત રાજયના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું આશરે ૩,૩૨,૪૬૫ કરોડ ગુજરાતના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજુ કરવામાં આવેલ. વર્ષ ૨૦૪૭ વિકસીત ભારત બનાવવાના સંકલ્પને સાર્થક કરવા રાજય સરકાર દ્વારા રજુ કરાયેલ ગુજરાતના બજેટને સર્વાંગી વિકાસ માની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે.
પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ ગુજ રાત રાજયના આ બજેટને આવકારતા જણાવેલ કે મા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદોજી પ ટ્રીલીયન ડોલર ઈકોનોમી વિઝનને સાર્થક કરવાના પ્રયાસમાં ગુજરાત સહભાગી બની રહયું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન હોય ત્યારે ગુજરાત રાજયએ આ વિકાસલક્ષી બજેટ આપીને તેમાં સુર પુરાવેલ છે.
રાજયના નાણામંત્રીશ્રીએ તેમનું ત્રીજુ અને સૌથી મોટું બજેટ રજુ કરી દરેક ક્ષેત્રને આવરી લઈ દેશના છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓનો લાભ મળી રહયો છે. ગુજરાતના વિકાસ દરમાં આસરે ૧૪.૯% નો વધારો થયો છે. તેમજ ગતીશીલ ગુજરાત તરફ ખુબ આગળ વધી રહું છે. વાઈબ્રન્ટ ગુજરાતના સફળ આયોજન થકી ગુજરાતમાં રોકાણ વધવાથી રોજગારીનું પણ વધુ સર્જન થશે.
આમ બજેટમાં સરકારે આરોગ્ય, શિક્ષણ, કળષિ અને સહકાર, ઉદ્યોગ અને ખાણ, સોલાર, કલાઈમેન્ટ ચેન્જ, વન અને પર્યાવારણ, મહેસુલ, કાયદા, નિર્મલ ગુજરાત, પ્રવાસન, અન્ન અને નાગરીક પુરવઠા, શહેરી અને ગ્રામિણ વિકાસ, પાણી પુરવઠા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન તેમજ શ્રમ અને કૌશલ્ય માટે કરોડો રૂપિયા ફાળવેલ છે. રાજકોટ-ભાવનગર હાઈસ્પીડ કોરીડોર બનાવવાની પણ જાહેરાત કરેલ છે. ખાસ કરીને ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આશરે ૯૨૨૮ કરોડ ફાળવ્યા છે તે આવકારદાયક છે તેનાથી ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારોને સારૂ એવું બુસ્ટ મળશે સાથો સાથ સરકાર દ્વારા સ્પેસ સેકટર પર વધુ ધ્યાન કેન્દ્રોત કરવામાં આવશે. આ બજેટમાં કરવેરામાં કોઈપણ ફેરફાર ન કરી રાજયના સર્વાગી વિકાસ માટે ઉદ્યોગલક્ષી, ગ્રામ્યલક્ષી, ખેડુતલક્ષી, અને ખાસ કરીને શિક્ષણલક્ષી અને આરોગ્યલક્ષી કહી શકાય. આ બજેટથી સાર્વત્રીક સ્તરે વિકાસ થશે અને દેશના અર્થતંત્રના વિકાસમાં પણ સહભાગી બની રહેશે.
