નાણામંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલા બજેટની ખાસ વાતો.
કસ્ટમ ડ્યૂટી અંગે જાહેરાતો
* મોબાઈલ ઉપકરણો પર સરકારે કસ્ટમ ડ્યૂટી વધારીને ૨.૫% કરી
* Dixon Tech, Route સહિતના શેરમાં તેજી
* સરકારે બજેટમાં સોના-ચાંદીની કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપી
* આગામી વર્ષ માટે કસ્ટમ ડ્યૂટી ઘટાડીને
* નવી કસ્ટમ ડ્યૂટી સ્ટ્રકચર ૧લી ઓક્ટોબર, ૨૦૨૧થી લાગુ કરાશે
બજેટમાં શું સસ્તુ થયુ અને શું મોંઘુ
* સ્ટીલ પ્રોડક્ટ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને ૭.૫ ટકા કરાઇ
* NARTA પરની જકાત ઘટાડીને ૨.૫ ટકા કરાઇ
* કોપર પરની ડ્યૂટી ઘટાડીને અઢી કરી
* સોલર ઇન્વર્ટર પરની જકાત વધારીને ૨૦ ટકા કરાઇ
* મોબાઇલ ઉપકરણો પરની જકાત વધારીને અઢી ટકા કરાઇ
* કેટલાંક ઓટો પાર્ટ્સ પરની કસ્ટમ ડ્યૂટી વધારીને ૧૫ ટકા કરાઇ
IFSC ખાતે ટેક્સ ઇન્સેન્ટિવ
* ગુજરાતમાં ગિફટી સિટી ખાતે આવેલ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર (IFSC) માટે બજેટમાં ટેક્સ ઇન્સેન્ટિવ જાહેર
* ગિફટ-સિટી ખાતે આવેલ IFSCને ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ બનાવવામાં આવશે
* IFSCમાં આવનાર એરક્રાફટ લિઝિંગ કંપનીઓ અને વિદેશી ફંડોના સ્થાનાતર પર વધારાનું ટેક્સ હોલિ-ડે જાહેર
અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ લંબાવાઈ
* સરકારે ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા માટે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને એક વર્ષ લંબાવી
* મોદી સરકારે અફોર્ડેબલ હાઉસિંગની વ્યાજ માફીની સ્કીમ ૧ વર્ષ લંબાવી
* હોમલોન વ્યાજ પર વધારાની ૧.૫ લાખની વ્યાજ માફીની જાહેરાત
ડિવિડન્ડ મુદ્દે શેરધારકોને રાહત
* ગત વર્ષે સરકારે DDT નાબૂદ કર્યો હતો
* આ વર્ષે પણ બજેટમાં એક મહત્વની જાહેરાત
* REIT, INVITને TDSથી બહાર કરતા નિર્મલાજી
ઇન્કમ ટેક્સ અંગેની મહત્વની જાહેરાત
* સીનિયર સીટીઝનને ઈન્કમ ટેક્સમાં રાહત
* ૭૫ વર્ષ થી વધુના વૃદ્ધે ઈન્કમ ટેક્સ રીટર્ન ભરવામાંથી મુક્તિ
* નાના ટેક્સપેયર્સ માટે અલગ રીએડ્રેસ્લ સિસ્ટમ બનાવાશે
ઈ પેમેન્ટને પ્રોત્સાહન
* ઇ-પેમેન્ટને પ્રોત્સાહન આપવા રૂ.૧૫૦૦ કરોડના ઇન્સેન્ટિવનો પ્રસ્તાવ
* બજેટમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં ફાઇનાન્સિયલ ઇન્સેન્ટિવ આપવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી જાહેરાત કરાઇ
રાજયોને ફાળવણી
* રાજયો માટે બજેટમાં ૧.૧૮ લાખ કરોડની ગ્રાન્ટ
* નવા વર્ષે બજેટમાં રાજયો માટે ૧.૧૮ લાખ કરોડની ગ્રાન્ટની જોગવાઇ કરાઇ
FCI માટે જાહેરાત
* ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની માટે NSSF લોન બંધ કરાઇ
* નવા વર્ષથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માટે નેશનલ સોશિયલ સિક્યોરિટી ફૂડ કરવામાં આવી
* FRBM એક્ટમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ
* ફિસ્કલ રિસ્પોન્સબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટમાં ફેરફાર કરવામાં આવશે
વિકાસદરનો અંદાજ ૯.૫ ટકા
* ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વિકાસદરનો અંદાજ ૯.૫ ટકા મૂક્યો
* આગામી ૫ વર્ષ માટે સરકારે જીડીપી-નાણાંકીય ખાધનું અનુમાન રજૂ કર્યું
* FY25-26 માટે ફિસ્કલ ડેફિસિટ ૪.૩% રહેવાનું અનુમાન
* ચાલુ વર્ષે સરકાર દ્વારા ૩૪.૫ લાખ કરોડનો ખર્ચ
* નવા વર્ષ ૨૦૨૧-૨૨માં રાજકોષીય ખાધ દેશની કુલ જીડીપીના ૬.૮ ટકા રહેવાની સંભવ
* વર્ષ ૨૫-૨૬ માટે રાજકોષીય ખાધનો અંદાજ ૪.૫ ટકા મૂક્યો
* નવા વર્ષે સરકાર ૧૨ લાખ કરોડ રૂપિયાનું બોરોઇંગ કરશે
ડિજિટલ વસ્તી ગણતરી થશે
* દેશમાં પ્રથમ વખત ડિજિટલ રીતે વસ્તી ગણતરી હાથ ધરાશે
MSME, ઇનોવેશન અને R&D
* MSME માટે બજેટમાં ૧૫,૭૦૦ કરોડની જોગવાઇ
* નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પાછળ ૫૦,૦૦૦ કરોડનો ખર્ચ કરાશે
* ડીપ ઓશન મિશન પાછળ ૫ વર્ષમાં ૪૦૦૦ કરોડનો ખર્ચ કરાશે
સ્ટાર્ટઅપ અંગે જાહેરાત
* માર્જિન મની લોન સ્કીમ હેઠળ દર ઘટાડવામાં આવી
* માર્જિન મની રિક્વાર્યમેન્ટ ૨૫ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરાઇ
શિક્ષણ માટે મહત્વની જાહેરાત
* દેશમાં ૧૦૦ નવી સૈનિક સ્કૂલ બનશે
* ઉચ્ચ શિક્ષણ માટે પંચ બનાવવામાં આવશે
* લહે-લદ્દાચમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે
* દેશમાં ઉચ્ચ અભ્યાસ માટે હાયર એજયુકેશન કમિશન ઓફ ઇન્ડિયા (HECI)ની રચના કરવામાં આવશે
રૂરલ ઇન્ફ્રા માટે મહત્વની જાહેરાત
* રૂરલ ઇન્ફ્રા ફંડ માટે નવા બજેટમાં ૪૦,૦૦૦ કરોડની ફાળવણી
* એપીએમસીને એગ્રી ઇન્ફ્રા ફંડના દાયરામાં લેવાશે
* ઇ-નામ હેઠ ૧૦૦૦ નવી મંડીઓ જોડાશે
* ઇ-નામ એ કૃષિ બજારો-એપીએમસીને ઓનલાઇન જોડવાની- ડિજિટલ બનાવવાની યોજના છે
* દેશમાં ૫ મોટા ફિશિંગ હબ બનાવવામાં આવશે
ખેડૂતો માટે બજેટમાં શુ?
* સરકારે કૃષિ પાકોના ટેકાના ભાવમાં દોઢ ગણી વૃદ્ધિ કરાઇ છે
* ચાલુ નાણાંકીય વર્ષ માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પ્રાપ્તિ કરવા માટે ૭૫,૧૦૦ કરોડનો ખર્ચ કરાયો
* ઘઉંની ટેકાના ભાવે પ્રાપ્તિ માટે ૬૨૮૦૨ કરોડનો ખર્ચ કરાયો છે
* ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવા માટે ૧.૭૫ લાખ કરોડ ખર્ચ કરાયો
માત્ર ૧ માણસથી પણ કંપની બનશે
* સરકાર કંપનીઝ એક્ટમાં સુધારો-વધારો કરશે
* હવે માત્ર એક વ્યક્તિથી પણ કંપની બનશે
* સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ નિયમ લાવી
વીજ ક્ષેત્રે કરાઈ મોટી જાહેરાત
* બજેટમાં વીજળી ક્ષેત્ર માટે જાહેરાત કરાઈ
* સરકાર ૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે યોજના લોન્ચ કરશે
* આ યોજનાથી દેશમાં વીજળી સાથે જોડાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે
* સરકારે હાઇડ્રોજન પ્લાન્ટ બનાવશે
* વીજ ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરાશે
* મર્ચેન્ટ શિપ્સના વિકાસ પર ધ્યાન અપાશે,૧૬૨૪ કરોડ રૂપિયાની ફાળવણી
* ગુજરાત સ્થિત પ્લાન્ટ દ્વારા શિપ રીસાઇકલ કરાશે
* મલ્ટીપર્પસ SEAWeed પાર્ક સ્થાપિત કરાશે
* તમિલનાડુમાં SEAWeed બનાવવામાં આવશે
૨૦૨૧-૨૨માં આવશે LIC – IPO
* સરકારે આ વર્ષે BPCLના ખાનગીકરણની સાથે LICના IPOને પણ મંજૂરી આપી
* આ સિવાય સરકાર એક ઈન્શ્યોરન્સ કંપનીઓનું ખાનગીકરણ કરશે.
* FY22માં જ એર ઈન્ડિયાનું પણ ડિસઈન્વેસ્ટમેન્ટ થશે
* છ ખોટ કરતી સરકારી કંપનીઓને બંધ કરશે
* ૧.૭૫ લાખ કરોડના વિનિવેશનો લક્ષ્યાંક
બજેટને વધાવતું શેરબજાર
* કોરોના કાળ છતા સરકારે બજેટમાં મૂડી ખર્ચ વધારતા અને આગામી સમય માટે મજબૂત બોલ્ડ સ્ટેપ લેતા શેરબજારમાં બજેટના શરૂઆતી કલાકમાં શાનદાર તેજી જોવા મળી રહી છે.
* ૧૧ વાગે સેન્સેકસ-નિફટી ૦.૮૦%ની આસપાસ ટ્રેડ કરી રહ્યાં હતા,જે હવે ૧૧/૫૦ કલાકે ૨%થી વધુ ઉંચકાયા છે.
* આ તેજીમાં સૌથી મોટો ફાળો બેંકિંગ અને ફાઈનાન્શિયલ શેરનો છે. નિફટી બેંક ૧૦૦૦ અંક એટલેકે ૩.૩% ઉછળ્યું છે.
સિક્યોરિટી માર્કેટ કોડ લોન્ચ કરાશે
* સિક્યોરિટી માર્કેટ કોડમાં નવા નવો ઉમેરવામાં આવશે
* GIFT સિટીને ફાઇનાન્સિયલ હબ તરીકે વિકસાવાશે
* ગોલ્ડ એક્સચેન્જનું સંચાલન સેબી મારફતે થશે
જાહેર ક્ષેત્રની બેન્કો માટે ૨૦,૦૦૦ કરોડની ફાળવણી
* નવા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન જાહેર ક્ષેત્રની બેન્કોમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીકરણ કરવામાં આવશે
ઈન્શ્યોરન્સ સેક્ટરની વિદેશી રોકાણ મર્યાદા વધી
* મોદી સરકારે ઈન્શ્યોરન્સ સેક્ટર માટેની FDI મર્યાદા વધારીને ૭૪% કરી
* અગાઉ વિદેશી રોકાણની મર્યાદા હતી ૪૯%
રેલ્વે બાદ હવે પોર્ટનું પણ ખાનગીકરણ
* બજેટમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન બાદ હવે શિપિંગ પોર્ટના ખાનગીકરણની જાહેરાત કરી
* સરકાર દેશના પોર્ટનું ખાનગીકરણ કરશે
ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક ઘટાડ્યો
* નવા વર્ષ ૨૦૨૧-૨૨ની માટે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ૧.૭૫ લાખ કરોડનો લક્ષ્યાંક નક્કી કરાયો
* વર્ષ ૨૦૨૦-૨૧ની તુલનાએ ડાઇવેસ્ટમેન્ટ ટાર્ગેટ ઘટાડવામાં આવ્યો, તે માટે ૨.૧ લાખ કરોડનો લક્ષ્યાંક મૂક્યો છે
* LICના આઇપીઓ નવા વર્ષે આવવાનો હોવા છતા સરકારે ડાઇવેસ્ટમેન્ટનો ટાર્ગેટ ઘટાડ્યો
રેલવે-મેટ્રો માટે મહત્વની જાહેરાત
* રાષ્ટ્રીય રેલ યોજના ૨૦૩૦ તૈયાર
* રેલવેને કુલ ૧.૧૦ લાખ કરોડ ફાળવાયા
* કોચી,બેંગ્લોર,ચેન્નઈ,નાગપુર અને નાસિકમાં મેટ્રો ટ્રેનને પ્રોત્સાહન આપવાની જાહેરાત
જાહેર પરિવહન
* જાહેર જનતા માટે બસોની સુવિધા સુધરશે
* જાહેર જનતા માટે બસો સેવા વધારવા-સુધારવા માટે ૧૮,૦૦૦ કરોડની ફાળવણી
રાજકોષીય ખાદ્ય
* નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ૬.૮ ટકા મૂકાયો
* નવા વર્ષે રાજકોષીય ખાધ માટેનો લક્ષ્યાંક દેશની કુલ જીડીપીના ૬.૮ ટકા નક્કી કરવામાં આવ્યો
માર્ગ અને રોડ-રસ્તા નિર્માણ
* ૮૪૦૦ કિમી હાઇવે પ્રોજેક્ટનો લક્ષ્યાંક
* રોડ મંત્રાલયને ૧.૧૮ લાખ કરોડની ફાળવણી કરાઇ
* પヘમિ બંગાળમાં રોડ-રસ્તા પાછળ ૨૫,૦૦૦ કરોડનો ખર્ચ કરાશે
* અસમમાં માર્ગ-નિર્માણ પાછળ ૩૪૦૦ કરોડ ખર્ચ કરશે
* કેરળમાં ૬૫ હજાર કરોડ રૂપિયાના હાઇવે બનાવવામાં આવશે
સરકારી કંપનીઓની સંપત્તિનું વેચાણ
* ગેઇલ, આઇઓસી અને એચપીસીએએલની પાઇપલાઇનની એસેટ્સ સરકારે વેચશે
* હવે સ્પોર્ટ્સ સ્ટેડિયમનું પણ મોનેટાઇઝેશન કરવામાં આવશે
આરોગ્ય ક્ષેત્ર માટે સ્વનિર્ભર સ્વાસ્થ ભારત યોજના
* આરોગ્ય ક્ષેત્ર માટે સ્વનિર્ભર સ્વાસ્થ ભારત યોજના શરૂ કરવામાં આવશે
* સરકાર દ્વારા ૬૪૧૮૦ કરોડની જોગવાઈ
* નિર્મલા સીતારમણ દ્વારા કોરોના રસી માટે ૩૫ હજાર કરોડ રૂપિયાની જાહેરાત
* આરોગ્ય ક્ષેત્રના બજેટમાં ૧૩૭ ટકાનો વધારો કરવામાં આવ્યો
* બજેટમાં આરોગ્ય પાછળનો જોગવાઇ ૯૪ હજાર કરોડથી વધારીને ૨.૨૩ લાખ કરોડ
* દેશમાં ૨૫ હજાર હેલ્થ સેન્ટર બનાવાશે અને ૧૭ નવા પબ્લિક હેલ્થ યુનિટ શરૂ કરાશે
* ૫ હેલ્થ ઇમરજન્સી સેન્ટર અને ૨ મોબાઇલ હોસ્પિટલની શરૂ કરાશે
* ૪ નેશનલ ઇન્સ્ટીયુટયૂટ ઓફ વાયરોલોજી બનશે
એરપોર્ટ ખાનગીકરણની જાહેરાત
* એરપોર્ટના વેચાણનો નવો તબક્કો ટૂંક સમયમાં શરૂ કારશે
* એરપોર્ટના ખાનગીકરણની નવી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે
સરકારનો કેપિટલ ખર્ચ પર જોર
* સરકારે કોરોના છતા ૪.૨૧ લાખ કરોડનો કેપિટલ ખર્ચ કર્યો છે
* આ વર્ષે મૂડી ખર્ચ ૪.૩૯ લાખ કરોડ પહોંચવાનો અંદાજ
* આગામી વર્ષ એટલેકે ૨૦૨૧-૨૨ કેપિટલ ખર્ચનો લક્ષ્યાંક ૫.૫૪ લાખ કરોડ
ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇસ્ટિટ્યૂશનની જાહેરાત
* ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇસ્ટિટ્યૂશન શરૂ કરાશે
* આ ઇન્સ્ટિટ્યૂટ ૨૦,૦૦૦ કરોડના ભંડોળ સાથે શરૂ કરવામાં આવશે
નેશનલ ઇન્ફ્રા પાઇપલાઇનની જાહેરાત
* ૭૪૦૦ પ્રોજેક્ટની માટે નેશનલ ઇન્ફ્રા પાઇપલાઇન આવશે.
* ૧૩ સેક્ટરો માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ આવશે
* આ યોજના માટે સરકાર ૧.૮૭ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે
PLI સ્કીમની જાહેરાત
* PLI ૧.૭૬ લાખ કરોડની ફાળવણી
* ૧૩ સેક્ટર્સ માટે ટૂંક સમયમાં આવશે PLI સ્કીમ
મિશન પોષણના બીજા તબક્કાની જાહેરાત
* મિશન પોષણ ૨.૦ લોન્ચ કરવામાં આવશે
* અબર્ન જલજીવન મીશન પાછળ ૨.૮૭ કરોડ રૂપિયાની જોગવાઇ
સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત
* વોલયન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ પોલીસ લોંચ
* ૨૦ વર્ષ જૂના ખાનગી વાહનો વ્હિકલ સ્ક્રેપિંગ પોલીસ હેઠળ જશે
* ૨૦ વર્ષ જૂના ખાનગી વાહનો હવે ભંગારમાં જશે
* વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ
* અમેરિકા બાદ હવે ભારત પણ અપનાવશે નેશન ફર્સ્ટ : નિર્મલા સીતારમણ
* આત્મનિર્ભર ભારત માટેનો પાયો નાંખ્યો છે હવે મજબૂત ઈમારત બનાવવી અમારૂં ધ્યેય : FM
* આત્મનિર્ભર પેકેજથી સુધારાને વેગ મળ્યો. બીજી બે કોવિડ વેક્સીન ટૂંક સમયમાં આવશે
* કોરોનાકાળમાં ૫ મીની બજેટ આવ્યા
* આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ ૨૭.૧ લાખ કરોડ રૂપિયાની મદદ કરાઈ
* પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને કારણે ૮૦ કરોડ લોકોને થયો લાભ
* ૮ કરોડ પરિવારોને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા
* સરકાર ઈકોનોમીને બેઠી કરવા તત્પર, ભારતમાં કોરોનાનો ઓછો મૃત્યુ દર, ૨૦૨૧ વર્ષ સ્વતંત્રતાનું ૭૫મું વર્ષ રહેશે.
