August 8, 2026
ગુજરાતદેશ

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

પીએફમાં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને આ બજેટમાં મોટો ફટકો પડ્યો છે. સારી કમાણી કરનારા લોકો અત્યાર સુધી ટેકસ-ફ્રી હેવન તરીકે પીએફનો ઉપયોગ કરતા હતા પરંતુ બજેટમાં તે છૂટને ખતમ કરી દેવામાં આવી છે. એક વર્ષમાં ૨.૫ લાખથી વધારે પ્રોવિડન્ટ ફંડ જમા કરવા પર મળતું વ્યાજ હવે ટેકસના દ્યેરામાં આવી ગયું છે. આનાતી ઊંચી આવક ધરાવતા પગારદારોની સીધી અસર થશે જે ટેકસ ફ્રી ઈન્ટરેસ્ટ કમાવનારા માટે વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડનો ઉપયોગ કરતા હતા.

 

આ બજેટમાં  પીએફના રૂપિયા પર ટેકસ લગાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. ૨૦૧૬દ્ગક્ન બજેટમાં પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે ઈપીએફના ૬૦ ટકા પર મળેલા વ્યાજને ટેકસની મર્યાદામાં લાવવામાં આવ્યું હતું. જોકે, નવા ટેકસ વિરુદ્ઘ મોટા પાયે વિરોધ થયો હતો અને પ્રસ્તાવને પાછો લેવો પડ્યો હતો.

 

૨૦૨૧ના બજેટમાં યુલિપની કલમ ૧૦ (૧૦ ડી) અંતર્ગત એક વર્ષમાં ૨.૫ લાખ રૂપિયાથી વધારે પ્રીમિયમ પર ટેકસ ચૂટને હટાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, આ વર્તમાન યુલિપ પર લાગુ નહીં થાય ફકત આ વર્ષે ૧ ફેબ્રુઆરી બાદ વેચવામાં આવેલી પોલિસી માટે હશે.

 

Related posts

ગુજરાત એટીએસની ટીમ ઉપર ફાયરીંગ

Ahmedabad Samay

ઇંડા અને નોનવેજની લારીઓ વાળા પર સરકારી બાબુઓ ની તવાઇમાં દેશી દારૂના અડ્ડા કડક કાયદા હોવા છતા કેમ બાકાત ?

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક વરસાદ માટે રેડ એલર્ટ અપાયું,

Ahmedabad Samay

દિવાળીમાં ટુર ઓપરેટરો અને ટ્રાયવેલર્સો નો નીકળ્યો દિવાળો

Ahmedabad Samay

ખુશી કા આંગન ફાઉન્ડેશન દ્વારા મનથી થોડા કમજોર યુવતીઓને તેમની માનસિક અને શારીરિક સુરક્ષા ધ્યાન રાખવાનું સમજાવાયુ

Ahmedabad Samay

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો