અમદાવાદમાં એક આગામી ફિલ્મનું પ્રમોશન કરવા માટે ફિલ્મના કલાકારોએ જાહેર રોડ પર બાઇક પર જોખમી સ્ટંટ કરીને વિવાદ સર્જ્યો છે. આ પ્રમોશનલ એક્ટિવિટીમાં જાણીતા એક્ટ્રેસ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયા જોડાયા હતા. પ્રમોશનના ભાગરૂપે, આ કલાકારોએ ચાલુ બાઇક પર ઊભા રહીને સ્ટંટ કર્યા હતા. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. કલાકારોનો આ પગલો સલામતીના નિયમોની ગંભીર અવગણના કરતો હોવાથી તેઓ ટીકાનો ભોગ બન્યા છે.
જાહેર માર્ગ પર આ પ્રકારના જોખમી સ્ટંટ કરવા એ ટ્રાફિક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તેનાથી માર્ગ પર પસાર થતા અન્ય વાહનચાલકો તથા રાહદારીઓના જીવ જોખમાય છે. ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ આ પ્રકારનો બેદરકારીભર્યો રસ્તો અપનાવવો એ ઘણું અયોગ્ય ગણાય.
ચાલુ બાઇક પર ઊભા રહેવું એ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે, જેના ગંભીર પરિણામો આવી શકે છે. કલાકારો પોતે જાણીતી વ્યક્તિઓ હોવાથી, તેમનું આ કળત્ય યુવાનોને પણ જોખમી સ્ટંટ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા જઈ રહેલી અભિનેત્રી માનસી પારેખ અને ટીકુ તલસાણીયા સહિતના કલાકારોને જાહેર રોડ પર સ્પોર્ટ્સ બાઇક પર ખતરનાક સ્ટંટ કરવા બદલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ચાલુ બાઇક પર ઊભા રહીને કરવામાં આવેલા આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં,
અમદાવાદના એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કલાકારો અને ત્રણ બાઇક ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બાઇક ચાલકોની ઓળખ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
