August 8, 2026
ગુજરાત

વધુ પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કોરોનાએ બાનમાં લીધા બાદ હવે ફરી અમદાવાદમાં કેસોમાં વધારો થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શનિવારે શહેરમાં ૧૮૫ કેસ નોંધાતા શહેરના બોડકદેવ અને બોપલ સહિત વધુ ૫ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી છે.

ઘોડાસર, સાઉથ બોપલ, બોડકદેવ અને ત્રાગડ રોડ આ પાંચ વિસ્તારમાં આવેલા ૬૪ મકાનોનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેથી આ ઘરોમાં રહેતા ૨૪૨ લોકો હવે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેવું પડશે. જો કે, ૪ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ શનિવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૫ જેટલા કેસો સામે આવતા લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમા પણ ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ડર છે. કોરોનાના મોટાભાગના કેસો પશ્ચિમ વિસ્તારમાં જ નોંધાઈ રહ્યા છે.

Related posts

નવા ૩૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઉમેરો કરવામાં આવ્યો

Ahmedabad Samay

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા એ અબોલ જીવોના ઉદ્ધાર માટે શ્રી રામ નાં લાઈવ  ચિત્ર દ્વારા અવતરણ શ્રી રામ કા સમારોહનું આયોજન કરીયુ

Ahmedabad Samay

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો