રાજકોટના કાલાવાડ રોડ પર કે.કે.વી. ચોકમાં સ્પા હાઉસમાં સ્પાની આડમાં મહિલા સંચાલિત કૂંટણખાનું ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. સ્પામાં પાંચ મહિલા પાસે દેહના સોદા કરાવી કૂંટણખાનું ચાલતુ હોવાની બહાર આવ્યું છે. પોલીસના દરોડા દરમિયાન આવેલા રંગીન મિજાજી ત્રણ ગ્રાહકોને પોલીસે ઠપકો દઇ જવા દીધા હતા પાંચેય પરપ્રાંતિય રુપલલાને સાહેદ બનાવી નિવેદન નોંધી મુકત કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ માળીયા મિયાણા ગામની વતની અને રાજકોટમાં ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ સામે રત્નમપ્રાઇઝમ ફલેટ નંબર 302માં રહેતી જાગૃતિ દિપક જોષી નામની 23 વર્ષની યુવતી કે.કે.વી.ચોકમાં આવેલા શાંતિનિકેતન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સ્પા હાઉસમાં મેનેજર તરીકે નોકરી દરમિયાન પરપ્રાંતિય રુપલલનાને આશરો આપી તેની પાસે રંગીન મિજાજી ગ્રાહકો પાસે દેહના સોદા કરાવતી હોવાનું હોવાની જાણ થતાં એન્ટી હૃુમન ટ્રાફિકીંગ યુનિટનો સ્ટાફડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન સ્પાના મેનેજર જાગૃતિબેન જોષી રંગીન મિજાજી ગ્રાહકો પાસેથી દેહના સોદા કરાવી રુા.2500 વસુલ કરી પોતાને રુા.1000 આપતી હોવાની કબુલાત આપી હતી. પોલીસે સ્પાના ટેબલના ખાનામાંથી રુા.17 હજાર રોકડા અને બે મોબાઇલ મળી રુા.30 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
સ્પા હાઉસમાં આવેલા રંગીન મિજાજી કોટેચા ચોકમાં રહેતા કેવીન મુકેશ ભાલાણી, મોટા મવા માસુમ સ્કૂલ પાસે રહેતા અભિષેક સંજય પોપટ, સોમનાથ સોસાયટીમાં રહેતા કેવલ મુકેશ કનોજીયા સ્પામાં મળી આવતા તેની પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં તેઓ મસાજ કરાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભગતસિંહ ગાર્ડન પાસે રહેતા સંતોષ ભીમસીંગ સોની અને પરસાણાનગરના સંજય ધનજી વાઘેલા મળી આવતા તેની પૂછપરછ કરતા તેઓ સ્પામાં સફાઇનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. સ્પામાં જાગૃતિ જોષી મેનેજર તરીકે નોકરી કરે છે. સ્પાના માલિક અને તેને બિલ્ડીંગ ભાડે આપરનાર ઝડપાયા બાદ કેટલા સમયથી સ્પાના ઓઠા તળે કૂંટણખાનું ચાલી રહ્યું છે તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.