September 21, 2026
ગુજરાત

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય હડતાળ

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આજે હડતાળ પાળવામાં આવી છે. જાહેરક્ષેત્રની ૨ બેન્કોના ખાનગીકરણની જાહેરાત થઇ હતી જેને પગલે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને હડતાળનું એલાન આપ્યું છે.


દેશમાંથી ૧૦ લાખ જેટલા બેન્ક કર્મી હડતાળમાં જોડાવાની શકયતા છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસો. પણ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં ૫,૦૦૦ બેન્ક બ્રાન્ચો બંધ રહેશે. અને રાજયના ૬૦,૦૦૦ બેન્ક કર્મચારીઓ હડતાળ કરશે. જેને પગલે રૂ. ૨૦,૦૦૦ કરોડના બેન્ક ટ્રાન્ઝેકશન અટકી જશે.

 

બેન્કોના ખાનગીકરણથી જનતાની ડિપોઝિટ પર જોખમનો દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ૪ વર્ષમાં સરકારે ૧૪ બેંકોનુ વિલીનીકરણ કર્યું છે.  ૯ બેન્ક કર્મચારી યુનિયનો હડતાળમાં જોડાશે. બેન્ક કર્મીઓ એન્ટિકોપોર્ટેટાઇઝેશન ડે તરીકે ઉજવશે.

Related posts

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન,

Ahmedabad Samay

મેઘાણીનગરમાં તંત્રની પોલ ખુલી, થોડા સમય પહેલા સમારકામ કરેલ રોડ પર પહેલા વરસાદમાં જ ગાબડું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં જાહેરમાં થઈ હત્યા, રીંકુ ઉર્ફે ટમાટરે જાહેરમાં કરી હત્યા

Ahmedabad Samay

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું, અત્યંત ભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો