August 7, 2026
અપરાધગુજરાત

આઇશા જેવો બીજો કિસ્સો બનતા બચી ગયો, કોર્પોરેશનમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર એ દહેજ માંગણીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

થોડા સમય પહેલાજ સાસરિયા ત્રાસથી એક માસુમ યુવતી આઇશા એ આત્મહત્યા કરવાના પેહલા પોતાનો વીડિયો બનાવ્યો હતો જે જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ હતી ત્યાર બાદ આવા અનેક કિસ્સા સામે આવ્યા હતા, ૧૨મી માર્ચના રોજ વધુ એક આઇશા જેવો કિસ્સો બનતો રહી ગયો હતો ,

જો એક નજર મારીકે સાસરિયા પક્ષ તરફ થી દહેજની માંગણી ના કિસ્સાઓ મધ્યમ વર્ગના લોકોમાં જોવા મળતો હોય છે અને જે હક્કીકત પણ હોય છે પરંતુ ૧૨મી માર્ચે બનેલો કિસ્સો પ્રકાશમાં આવતા એવું લાગે છે કે આવા વર્ગ માં પણ લોકો આવું કરી શકે છે, અને જે યુવતી એ આવો પ્રયાસ કર્યો તે પણ કોઈ સામન્ય વ્યક્તિ નથી જી હા ૨૦૨૦ માં કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષ તરફથી મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા શ્રી કવિતા યાદવ (ખુશી યાદવ) સાસરિયા પક્ષ તરફથી કરવામાં આવતા અસહ્ય ત્રાસના કારણે તેમને આ અંતિમ પગલલું ભર્યું હતું પણ સમય સુચકતા તેમની આ ઘટનાની જાણ થઇ અને તેમને બચાવી લેવામાં આવ્યા જો,

આવો જણાવીએ કોણ છે કવિતા યાદવ(ખુશી યાદવ)

એક્સ મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ, હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી અધ્યક્ષ અમદાવાદ અને હાલમાં જ લડાયેલ કોર્પોરેશન ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડ્યા હતા,

પહેલા તો જો આવા પ્રતિષ્ઠિત યુવતી, જનતાના લોકપ્રિય અને બાળકોના માં તેના  પ્રતેય પ્રેમની લાગણી હો, જે ખેેેડૂતખુશી યાદવ આંદોલનમાં તેમના સમર્થન માં પોહચી હતી પણ તેના જ સમર્થનમાં કોઈ ન આવતા આવા મજબૂત મનોબળ વાળી યુવતી જો તુટી જતી હોય તો તે કેટલી હદ સુધી તે માનસિક તણાવ થી ગુજરી હશે કે તેને આ અંતિમ પગલું ભરવું પડ્યું હશે.

આવો આપણે જણાવીએ ખુશી ની દુઃખની કહાની તેમનાજ જુબાને

છેલ્લા બે વર્ષથી હું મારા પતિ સાથે રહું છુ અને છેલ્લા પચાસ વર્ષથી મારા સસરા રામકૃષ્ણ તથા બીજા ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટ બનાવી રઘુનાથ હિન્દી હાઇસ્કુલનું સંચાલન કરે છે જેમાં મારા પતિ મેનેજીંગ ટ્રસ્ટી તરીકે રહી મારા પરીવારનું ગુજરાન ચલાવે છે આજથી પોણા પાંચ વર્ષ અગાઉ સને -૨૦૧૬ માં ચેતનભાઇ રામકૃષ્ણ યાદવ નાઓ સાથે લગ્ન નક્કી થયેલ અને તા ૨૨૪૦૪/૨૦૧૬ ના રોજ મારા લગ્ન રાજસ્થાન રાજય ખાતે મારા ગામ જુનજુનુ ચિડાવા ખાતે રાખેલ તે સમયે મારા સાસુ સુમિત્રાબેન તથા મારા મોટા જે નામે રાજકુમાર રામકૃષ્ણ યાદવ જેઓ રધુનાથ સ્કુલ મા લાયબ્રેરીયન તરીકે નોકરી કરે છે તે તથા નણંદ મમતાબેન તથા નણંદોબ મહેન્દ્રભાઇ દુધનાથ યાદવ જે રધુનાથ હિંદી હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રીસીપાલ તરીકે ફરજ બજાવે છે .

તથા અમારો ભાણેજા જમાઇ અજય યાદવ જે ઘર જમાઈ તરીકે પ્રાથની બંગ્લોઝમાં રહે છે અને આર.જી યાદવ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે આ બધા પાંચેય અમારા લગ્નથી રાજી ના હોય જેથી લગ્ન અધુરા છોડીને પરત અમદાવાદ સરસપુર ખાતે આવી ગયેલ અને હું મારા પતિ ચેતનભાઇ નાઓ સાથે લગ્નની વિધિ પુર્ણ કરીને મારું સાંસારીક જીવન ગાળવા સારુ મારી સાસરીમાં સરસપુર ખાતે આવી મારા સાસુ તથા ઉપરોક્ત જેઠ – જેઠાણી સાથે સંયુક્ત પરીવારમાં રહેવા લાગેલ અને આ મારા સાસુ તથા મોટા જેઠ તથા નણંદ તથા નણંદોઇ તથા અમારો ભાણેજ જમાઇ નાઓ અમારા લગ્નથી ખુશ ના હોય જેથી તેઓ અવાર નવાર ભેગા મળીને રસોડાને તાળા મારી દેતા અને મને યેન – કેન પ્રકારે હેરાન – પરેશાન કરી એકબીજાની ચઢામણી કરી મારી સાથે બોલાચાલી ઝઘડો કરી મને જમવાનું પણ આપતા નહિ અને જણાવતા કે તું તારા મા – બાપના ઘરેથી કઇ કરીયાવર લાવેલ નથી ખાલી હાથે આવી ગયેલ છે અને તારે અમારી સાથે રહેવું હોય તો તારા મા – બાપના ઘરેથી કરીયાવર લઇને આવે જેથી મે મારા પતિને સદર બાબતની જાણ કરતા તેઓ આ ઉપરોક્ત બધાને અવાર – નવાર સમજાવતા પરંતુ તેઓ સમજતા નહિ અને હું મારી સાસરીમાં રહેતી હોય તે સમયે મારે સંતાનમાં એક દિકરો નામે યશવર્ધન ઉ.વ. ૦૨ વર્ષ નાનો છે . અને મારા દિકરાના જન્મ બાદ આ બધા મને વધુ હેરાન – પરેશાન કરતા હોય છે

બાબતની જાણે મારા પતિને કરતા આશરે લગ્નના દોઢ વર્ષ બાદ તેઓ મને બાપુનગર ખાતે આવેલ રઘુનાથ સ્કુલની ઉપર અલગ રહેવા સારુ લઇ ગયેલ અને મારા સાસુ તથા જેઠ તથા નણંદ – નણંદોઇ અને અમારો ભાણેજા જમાઇ સ્કુલના ટ્રસ્ટમાં તેમજ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય જેથી અવાર – નવાર તેઓ કુલ ઉપર પણ મને યેન – કેન પ્રકારે અવાર – નવાર ઝઘડો કરી મને મારા પિયરથી કરીયાવર લઇ આવવા બાબતે મહેણા ટોણા મારી મારા સાથે બોલાચાલી ઝઘડો કરી , ગંદી ગાળો બોલતા અને મારા પતિને કહેતા કે તારે મિલકતમાં ભાગ જોઇતો હોય તો તારી પત્ની કવિતા ને છોડવી પડશે તેમ કહી મારા પતિને ચઢામણી કરતા હતા

પરંતુ મારા પતિ તેઓનો સાથ આપતા નહિ અને મને આ મારા નણદોઈ મહેંદ્ર યાદવ નાઓ જણાવતા કે તારે ચેતનને છોડવો પડશે નહિ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા હતાં . જેથી હું મારા ઘર – સંસારને ટકાવી રાખવા સારું અને હું મારા તથા મારા પુત્ર યશવર્ધનના ભવિષ્યનો વિચાર કરી હું આજદિન સુધી યેન – કેન પ્રકારે ત્રાસ સહન કરતી રહેલ પરંતુ મને વધારે માનસિક શારીરીક ત્રાસ આપતા હોય જેથી આ મારા સાસુ સુમિત્રાબેન તથા મારા મોટા જેઠ નામે રાજકુમાર રામકૃષ્ણ યાદવ તથા નણંદ મમતાબેન તથા નણંદોબ મહેન્દ્રભાઇ દુધનાથ યાદવ તથા અમારો ભાણેજ જમાઇ અજય યાદવ નાઓ ભેગા મળી મારા લગ્ન બાદથી મને શારીરીક – માનસિક ત્રાસ આપી બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો બોલી યેન – કેન પ્રકારે મારો લગ્ન વિચ્છેદ કરવા સારુ તેમજ પિયરમાંથી કરીયાવર લઇ આવવા સારુ મેણા – ટોણા મારી શારીરીક – માનસિક ત્રાસ આપતા હોય છે.

આવા કિસ્સા અનેક વાર બનતા હોય છે દહેજ ની લાલચ એવી લોકો ને જાગતી હોય છે કે જેના પગલે અમુક વાર જીવ ગુંમાવવો પડતો હોય છે સરકારે આના વિરુદ્ધ માં કાયદા તો ઘડ્યા છે પણ તેનાંથી કામ નહીં ચાલે જો આપણી આજુ બાજુ માં આવું કઈ થતું હોય તો પોલીસને ચોક્કસ પણે જણાવવું જોઈએ અને એક અબલા નારીને મદદરૂપ થવું જોઈએ જે થી કોઇ જીવ ન ગુમાવે

Related posts

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

ગુજરાત એટીએસની મળી મોટી સફળતા, શખ્‍સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડયા

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

અશ્વિની વૈષ્ણવ : રાજકોટ થી વડોદરા જવા માટે અમદાવાદના બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Ahmedabad Samay

ચીનને ભારત સરકાર તરફથી વધુ એક ઝટકો, ચીની ૧૧૮ એપ બેન્ડ

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો