September 21, 2026
ગુજરાત

અમદાવાદમાં કોરોના બેફામ બન્યો, ૭૫ % થી વધુ બેડો ભરાયા

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 664 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 4 દર્દીઓના મોત થયા છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 75 ટકાથી વધારે બેડો ભરાવા આવ્યા છે.

શહેરની ખાનગી હોસ્પિટલોમાં 78 ટકા ICU વિથ વેન્ટીલેટરના બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જોકે હાલ 100 ખાનગી કોવીડ હોસ્પિટલમાં કુલ 3,390 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. કુલ 3390 બેડમાંથી 2530 બેડ પર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને 860 બેડ ખાલી જોવા મળી રહ્યા છે.

શહેરના ખાનગી કોવીડ હોસ્પિટલમાં આઈસોલેશનના 1030 બેડ ફાળવાયા આવ્યા છે જેમાથી 653 દર્દીઓ સારવાર હેઠળ છે અને 377 આઈસોલેશનના બેડ ખાલી છે. જો કે, 1509 HDUના બેડ ફાળવાયા છે જેમાથી 1187 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે અને જ્યારે 322 HDU બેડ ખાનગી કોવીડ હોસ્પિટલમાં ખાલી છે. જયારે 567 ICU વિથઆઉટ વેન્ટીલેટરના બેડ ફાળવામાં આવ્યા છે અને તેમાથી 470 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે અને 97 બેડ ખાલી છે.

Related posts

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

અમદાવાદ: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, એપ્રિલ-મેમાં ગરમીનો પારો આટલા ડિગ્રીએ પહોંચશે!

admin

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ ડિજિટલ સુવિધા શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો