June 22, 2026
દેશ

ભારતની સરહદે ચીન-પાકિસ્તાનના સૈન્યની સતત ચહલ પહલ

ભારતની સરહદે ચીન-પાકિસ્તાનના સૈન્યની સતત હાજરી જોવા મળી રહી છે.

તિબેટની સરહદે ચીન-પાકિસ્તાનના લડાકુ વિમાનોએ લશ્કરી કવાયત કરી હતી. બંને દેશોના લડાકુ વિમાનોએ આ વિસ્તારના આકાશને ધમરોળ્યું હતું. બંનેના સૈન્યની હાજરીથી ભારતે સરહદે ચાંપતી વોચ ગોઠવી છે.

ચીને એક તરફ ભારત સાથેના સરહદી વિવાદો ઉકેલવાના નિવેદનો આપવાનું શરૃ કર્યું છે. બીજી તરફ તિબેટની સરહદમાં પાકિસ્તાન સાથે મળીને સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી છે. પહેલાં ૧૫ દિવસની લશ્કરી કવાયત થવાની હતી, પરંતુ અચાનક ચીન-પાકિસ્તાને એ સમયમર્યાદા વધારીને એક માસ કરી દીધી છે.આ લશ્કરી કવાયતના ભાગરૃપે ચીન-પાકિસ્તાનની સેના હવાથી હવા, હવાથી પાણી અને હવાથી જમીનમાં નિશાન સાધવાની પ્રેક્ટિસ કરે છે. એ દરમિયાન વધુ એક વખત તિબેટના આકાશમાં ચીન-પાકિસ્તાનના લડાકુ વિમાનો ગરજ્યા હતાં. ભારતની સરહદ નજીક ચીન-પાકિસ્તાનના વિમાનોની સતત હાજરી દર્જ થતાં ભારતીય સૈન્ય હાઈએલર્ટ બન્યું છે. તે ઉપરાંત રડાર પર ખાસ વોચ ગોઠવવામાં આવી છે. ઈન્ડિયન એરફોર્સના લડાકુ વિમાનો પણ કોઈ આક્રમક હરકત થાય તો તેનો જવાબ આપવા સજ્જ છે.

ચીનના એરબેઝનો ઉપયોગ કરીને બંને દેશોના લડાકુ વિમાનો સતત ગરજી રહ્યા છે. ચીનની વાયુસેનાના અધિકારીઓ પાકિસ્તાનના ફાઈટર પાઈલટ્સને વિશેષ તાલીમ આપી રહ્યા હોવાનું પણ જણાયું હતું. આવી સ્થિતિ વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલમાં તૈનાત સૈન્યને વધારે સાવચેત રહેવાની સૂચના અપાઈ હતી

Related posts

ડ્રોન દ્વારા રસી પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરનાર તેલંગણા દેશનું પ્રથમ રાજય

Ahmedabad Samay

૧૦ જેટલી વેબ સિરીઝ થવાની છે, ઓટીટી પર મચાવશે ધૂમ

Ahmedabad Samay

જેક્‍લીન એક દુર્લભ રોગથી પીડિત બાળકને મળી  તસ્‍વીરમાં દેખાતો બાળક હાઇડ્રોસેફાલસ નામની દુર્લભ બીમારીથી પીડાતા બાળકની સર્જરીનો બધો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી

Ahmedabad Samay

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો જયારે MVA 141 થી 154 બેઠકો મળી શકે છે

Ahmedabad Samay

મોદી સરકાર માટે મોટી રાહતના સમાચાર. સુપ્રીમ કોર્ટે CAA પર હાલ સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો

Ahmedabad Samay

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રેકોર્ડ 28 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો