ખતરો કે ખિલાડી સિઝન – ૧૧ માં વરુણ સુદ ઇજાગ્રસ્ત થયો
ટીવી રિયાલિટી શો ‘ખત્રન કે ખિલાડી 11’ એક બીજા કારણોસર ચર્ચામાં આવી ગયો છે. શૂટિંગ દરમિયાન સ્પર્ધક વરૂણ સૂદ એક ખતરનાક સ્ટંટ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ વરૂણ ચાર-પાંચ દિવસ પહેલા ખતરનાક સ્ટંટ કરતી વખતે સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો,
જ્યાં ડોક્ટરે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. શોના હોસ્ટ રોહિત શેટ્ટી અને નિર્માતાઓએ ખાતરી આપી છે કે સારવારમાં કોઈ બેદરકારી ન આવે.