August 26, 2026
દુનિયાદેશ

યુ.એસ જવા ઇચુકો માટે સપનું સાકાર કરવાનો સુનેહરો મોકો, આટલી ફી ભરી મેળવો ગ્રીન કાર્ડ

જો તમે પણ અમેરિકાનું ગ્રીન કાર્ડ એટલે કે કાયમી વિઝા મેળવવા માંગતા હો, તો ત્યાંની સરકારે એક મોટી તક આપવાનું નક્કી કર્યું છે.

જો કે, આ મોટી તક માટે તમારે મોટી કિંમત પણ ચૂકવવી પડશે. હકીકતમાં વાત એમ છે કે અમેરિકા ટૂંક સમયમાં સુપર ફી લઈને ગ્રીનકાર્ડ મેળવવાનું સપનું જોનારા ભારતીયને ખુશ કરી શકે છે. યુએસ હાઉસ જ્યુડિશરી કમિટીએ આ અંગે રિકોન્સિલિએશન બિલ પણ રજૂ કર્યું છે. જોકે, આ બિલને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ અંગે હજુ વધુ ચર્ચા કરવાની બાકી છે. ચર્ચા બાદ નક્કી થશે કે નવી જોગવાઈથી અમેરિકાની તિજોરીમાં આવક થશે કે નહીં. આવી સ્થિતિમાં લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે, ચાલો તેમના પ્રશ્નોના જવાબો જાણીએ.

જો તમારી પાસે પૈસા હોય તો યુએસ ગ્રીન કાર્ડ મેળવવા માટે તમારે લાંબી લાઇનોમાં રાહ જોવાની જરૂર નથી. તમારે માત્ર  ૫૦૦૦ ડોલર એટલે કે લગભગ ૩.૬૭ લાખ રુપિયાની સુપર ફી ચૂકવવી પડશે અને તમે પણ અમેરિકાના નાગરિક બની શકો છો.

અમેરિકા દ્વારા દર વર્ષે ૧.૪૦ લાખ લોકોને રોજગારી માટે ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ નંબર માત્ર ભારતના લોકો માટે જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી અમેરિકા આવતા લોકો માટે છે.

હાલમાં અમેરિકાએ દરેક દેશ દીઠ ૭ ટકાની મર્યાદા નક્કી કરી છે. એટલે કે, એક જ દેશના ૭ ટકાથી વધુ લોકોને એક વર્ષમાં ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં. એટલે કે એક વર્ષમાં ભારતમાંથી માત્ર ૯,૮૦૦ લોકો ગ્રીન કાર્ડ મેળવી શકે છે. બિલમાં આ કેપમાં કોઈ ફેરફારનો કોઈ ઉલ્લેખ નથી.

આ બિલમાં એચ-બી વિઝા વિશે કશું કહેવાયું નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે એચ -બી ક્વોટા પહેલાની જેમ જ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. હાલમાં આ ક્વોટા ૬૫ હજાર છે. આ સિવાય ૨૦ હજાર એચ -૧બી વિઝા તેવા લોકોને આપવામાં આવે છે જેઓ અમેરિકાથી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છે છે. તે યુએસ ચેમ્બર ઓફ કોમર્સના અમેરિકા વર્કસ અભિયાનનો એક ભાગ છે.

ભૂતકાળમાં કેટલાક મીડિયા અહેવાલોમાં, ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ટૂંક સમયમાં એચ -૧બી વિઝાનો ક્વોટા બમણો થઈ શકે છે. એચ -૧ બી વિઝા દ્વારા તમામ દેશોના લોકો અસ્થાયી રૂપે અમેરિકામાં કામ કરી શકે છે.

કેટો ઇન્સ્ટિટ્યૂટના ઇમિગ્રેશન પોલિસી એનાલિસ્ટ ડેવિડ જે બિયર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, રોજગાર આધારિત ગ્રીન કાર્ડ (ઈબી૨ અને ઈબી૩ કેટેગરી) માટે અરજદારોની યાદી ઘણી લાંબી છે. એપ્રિલ ૨૦૨૦ સુધી ભારત તરફથી અરજીઓની યાદી ૭.૪૧ લાખને સ્પર્શી ગઈ છે. હવે વાર્ષિક મર્યાદાને જોતા આ યાદી લગભગ ૮૪ વર્ષ માટે છે.

Related posts

સાકરના ભાવ વધવાને કારણે ગોળના ભાવ પણ ઊંચકાયા

Ahmedabad Samay

ગણેશોત્‍સવ દરમિયાન કુલ પાંચ કરોડ સોળ લાખ રૂપિયા (૫,૧૬,૦૦,૦૦૦)નું રોકડ દાન લાલબાગના રાજાના ચરણોમાં કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી કચડી નાખીને રેકોર્ડબ્રેક છઠ્ઠી વખત ખિતાબ જીત્યો

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

૨૦૦૦₹ની નોટ બંધીની તમામ માહિતી, આ રહી સંપૂર્ણ સચોટ માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો