April 23, 2026
દેશરાજકારણ

પ.બંગાળના અનેક રાજ્‍યોમાં ભારે હિંસા વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ

ભારે ગરમી અને હિંસા વચ્‍ચે, પヘમિ બંગાળમાં મતદાન ૬૦ ટકાને વટાવી ગયું છે. જોકે, તમિલનાડુમાં આ આંકડો ૬૦ ટકાથી નીચે છે. બપોરે ૧ વાગ્‍યા સુધીમાં બંગાળમાં ૬૨.૧૮ ટકા મતદાન નોંધાયું હતું, જ્‍યારે તમિલનાડુમાં ૫૬.૮૧ ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ, બપોરે ૧ વાગ્‍યા સુધીમાં માલદામાં ૫૮.૪૫%, મુર્શિદાબાદમાં ૬૨.૭૧%, પヘમિ બર્ધમાનમાં ૬૦.૩૭%, પヘમિ મેદિનીપુરમાં ૬૫.૭૭%, પૂર્વ મેદિનીપુરમાં ૬૨.૯૦%, પુરુલિયામાં ૫૯.૮૩%, ઉત્તરીનગરમાં ૬૦%, જં.૫૩% મતદાન થયું હતું. કાલિમપોંગમાં ૫૯.૫૨%, અલીપુરદ્વારમાં ૬૦.૦૩%, બાંકુરામાં ૬૪.૫૮%, બીરભૂમમાં ૬૩.૯૩%, કૂચ બિહારમાં ૬૦.૭૫%, દક્ષિણ દિનાજપુરમાં ૬૩.૦૫%, દાર્જિલિંગમાં ૫૯.૮૧%, અને જીલ્લામાં ૬૦.૮૪% જો તમિલનાડુની વાત કરીએ તો ઈરોડમાં ૬૧.૭૯%, કલ્લાકુરિચીમાં ૫૭.૧૫%, કાંચીપુરમમાં ૫૮.૯૮%, કન્‍યાકુમારીમાં ૫૦.૩૫%, કરુરમાં ૬૦.૭૭%, કળષ્‍ણાગિરીમાં ૫૬.૨૧%, મદુરાઈમાં ૫૪.૭૫%, મદુરાઈમાં ૫૪.૭૫% મતદાન થયું હતું. અરિયાલુરમાં ૫૫.૧૮%, ચેંગલપટ્ટુમાં ૫૬.૨૮%, ચેન્નાઈમાં ૫૪.૫૮%, કોઈમ્‍બતુરમાં ૫૮.૨૪%, કુડ્ડલોરમાં ૫૫.૧૩%, ધર્મપુરીમાં ૫૯.૦૨%, ડિંડીગુલમાં ૫૯.૭૯%. આજે દેશના બે મહત્‍વના રાજ્‍યો, પヘમિ બંગાળ અને તમિલનાડુમાં સત્તાના સિંહાસન માટે જંગ જામ્‍યો છે.

બંગાળમાં બે તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ૧૫૨ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્‍યારે તમિલનાડુમાં તમામ ૨૩૪ બેઠકો માટે એકસાથે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સવારથી જ લોકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે,બપોર સુધીમાં બંને રાજ્‍યોમાં અંદાજે ૬૦ થી ૬૫ ટકા મતદાન થવાનો અંદાજ છે.ભાજપ બંને રાજ્‍યોમાં પોતાની પકડ મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્‍યારે બીજી તરફ મમતા બેનર્જી અને એમ.કે. સ્‍ટાલિન માટે પોતાની સત્તા બચાવવી એ એક પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે.

જો કે બંગાળમાં જેનો ડર હતો એ જ થયું છે. પ.બંગાળના અનેક રાજ્‍યોમાં ભારે હિંસા જોવા મળી છે. જેના કારણે મતદાન પ્રક્રિયા પર અસરથતી જોવા મળી છે. પヘમિ બંગાળમાં ચૂંટણી અને હિંસા જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું દ્રશ્‍ય ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન ફરી જોવા મળ્‍યું છે.

મુર્શિદાબાદ જિલ્લાના નૌદા વિધાનસભા વિસ્‍તારમાં ગુરુવારે સવારે જ્‍યારે લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી હતી, ત્‍યારે અચાનક થયેલા ક્રૂડ બોમ્‍બ વિસ્‍ફોટોએ વાતાવરણમાં ભય ભરી દીધો હતો. મતદાન મથકથી માત્ર થોડા જ અંતરે થયેલા આ હુમલાને કારણે લાઈનમાં ઉભેલા વળદ્ધો અને મહિલાઓમાં ચીસાચીસ મચી ગઈ હતી. પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, બદમાશોએ ઈરાદાપૂર્વક ભીડને નિશાન બનાવી હતી જેથી મતદાન પ્રક્રિયાને ખોરવી શકાય. વિસ્‍ફોટ બાદ રસ્‍તા પર લોહીના ડાઘ અને વિખરાયેલી ચંપલો આ ભયાનકતાની સાક્ષી પૂરી રહી હતી. આ હુમલામાં અડધો ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્‍કાલિક અમટાલા ગ્રામીણ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

ઘટનાની જાણ થતા જ ચૂંટણી પંચ હરકતમાં આવ્‍યું છે અને સમગ્ર વિસ્‍તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્‍યો છે. કેન્‍દ્રીય દળોએ મોરચો સંભાળી લીધો છે અને સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક જીવતા બોમ્‍બ પણ મળી આવ્‍યા છે, જેને ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ દ્વારા નિષ્‍ક્રિય કરવામાં આવ્‍યા હતા. આ ઘટનાએ સુરક્ષા વ્‍યવસ્‍થાના દાવાઓ પર મોટા સવાલો ઉભા કર્યા છે, કારણ કે અત્‍યંત સંવેદનશીલ ગણાતા આ વિસ્‍તારમાં આટલી મોટી માત્રામાં વિસ્‍ફોટકો કેવી રીતે પહોંચ્‍યા તે તપાસનો વિષય છે. હવામાન વિભાગે ઉત્તર અને મધ્‍ય ભારત સહિત બંગાળમાં આકરી ગરમીની આગાહી કરી હોવાથી, ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. મોટાભાગના મતદારો બપોરની લૂ અને ગરમીથી બચવા માટે સવારના સમયે જ વોટિંગ કરવાનું પસંદ કરી રહ્યા છે. તમિલનાડુમાં ૪,૦૦૦ થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો ફેંસલો ૫૭.૩ મિલિયન મતદારો કરવાના છે. બંગાળમાં પણ સુરક્ષાના કડક બંદોબસ્‍ત વચ્‍ચે ૪૪,૦૦૦ થી વધુ મતદાન મથકો પર પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મહિલાઓ અને યુવા મતદારોની સંખ્‍યા નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. ચૂંટણી પંચે આ વખતે અત્‍યંત કડક વલણ અપનાવ્‍યું છે. બંગાળમાં ચૂંટણી લડી રહેલા ૧,૪૭૮ ઉમેદવારોને મતદાન પૂર્ણ ન થાય ત્‍યાં સુધી પોતાનો મતવિસ્‍તાર ન છોડવા તાકીદ કરવામાં આવી છે. આ આદેશનો હેતુ મતદાન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો હસ્‍તક્ષેપ કે ગેરરીતિ અટકાવવાનો છે. ૧૬ જિલ્લાઓમાં ફેલાયેલી આ બેઠકો પર શાંતિ જળવાઈ રહે તે માટે કેન્‍દ્રીય દળોનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયેલો છે. હવે બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલે થશે અને સમગ્ર દેશની નજર ૪ મે ના રોજ આવનારા પરિણામો પર છે, જે નક્કી કરશે કે આગામી પાંચ વર્ષ સુધી આ રાજ્‍યોની કમાન કોના હાથમાં રહેશે.

Related posts

બોલીવૂડના મહાનાયક થી લઇ ક્રિકેટના ભગવાન પણ આવે છે અહીં મોજડી ખરીદવા

Ahmedabad Samay

મટન ખવડાવીને ચૂંટણી નથી જીતી શકાતી, લોકોનો પ્રેમ અને વિશ્વાસ કમાઓ: નિતિન ગડકરી

Ahmedabad Samay

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

ભારતીય એથ્લેટ્સે ઇતિહાસ રચ્યો,એથ્લેટમાં ચાર મેડલ જીત્યા, મેડલ જ નહીં, પણ તેમના અતૂટ મનોબળ અને શિસ્તનું પણ પ્રદર્શન કર્યું

Ahmedabad Samay

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો