September 21, 2026
અપરાધ

અંગત અદાવત રાખી હિસ્ટરી શીટરની મિત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી

શહેરમાં બે દિવસ પહેલા ‌દાણીલીમડા વિસ્તારમાંથી ગળુ કપાયેલી લાશ મળી આવવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે અગાઉના ઝઘડાની અદાવત રાખી હિસ્ટરી શીટરની હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે મહત્વના પુરાવાઓ પણ એકઠા કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપી મઝહર ઉર્ફે કસાઈ કુરેશી  કામ  કસાઈઓ જેવું જ કર્યું છે. પોતાના જ મિત્ર અને ડીઝલ ચોરીમાં સાગરીત એવા શાહરૂખ ઉર્ફે મસરી સૈયદની ગળુ કાપી હત્યા નિપજાવી બાદ લાશને કોથળામાં ભરી સોઢણ તલાવડીમાં નાખી દીધી હતી. સાથે ધડથી અલગ થયેલું માથું પણ તલાવડીમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો. જોકે 10 દિવસ પહેલા થયેલી હત્યા સામે આવી અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી મઝહર કસાઈની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, મૃતક શાહરૂખ તેના ઘરની પાસે પોતાની પ્રેમિકા સીરીન સાથે બેસતો અને બિભત્સ ચેનચાળા કરતો હતો. જેથી મઝહરની બહેને ટોક્યો પણ હતો. જે બાબતે બંને મિત્રો વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી. જે વાતનો બદલો લેવા મઝહરે મૃતકને પોતાના ઘરે બોલાવી મોડી રાત્રે તેનું ગળું કાપી હત્યા નીપજાવી હતી. હત્યા પહેલા બંને મિત્રોએ સાથે નશો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને તળાવમાં નાખી આરોપી ફરાર થઈ ગયો હતો.

હત્યાના ગુનામાં મઝહરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે, જ્યારે તે શાહરુખની લાશને તળાવમાં નાખવા માટે ગયો હતો ત્યારે તેનો મોબાઇલ અને બાઇક પણ ડૂબી ગયા હતા. જેથી આરોપીએ નવો મોબાઈલ ખરીદ્યો હતો. જે કબૂલાત બાદ પોલીસે આરોપીના મોબાઇલ કબજે કર્યા છે. ઉપરાંત હત્યા માટે વપરાયેલ તિક્ષ્ણ છરો અને બાઈક પણ કબજે કર્યું છે.

Related posts

અમદાવાદ – અકસ્માતમાં 9ના મોત મામલે સપ્તાહમાં ચાર્જસીટ કરાશે, ફાસ્ટ્રેક કેસ ચલાવાશે, તથ્ય ઉપરાંત તેના પિતા સામે પણ કેસ કરાશે – ગૃહમંત્રી

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

નિકોલ વિસ્તારમાં આવેલ વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો