આજે અમદાવાદ 45 હજાર લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ છે. જેના કારણે અમદાવાદના વેકસીન સેન્ટર પર કામગીરી શરૂ થાય તે પહેલા જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પહેલો અને બીજો ડોઝ લેવા લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા છે. સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવીને ઉભા દેખાઇ રહ્યાં છે.
સૂત્રોએ અનુસાર 3 જુલાઈનાં રોજ 44,540ને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ રસીકરણમાં ક્રમશ: ઘટાડો થયો હતો. જો આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહે તો 2થી 3 મહિનામાં 100 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી જશે. મંગળવારે 44,819ને રસી અપાઈ હતી, જેમાં 23,980 યુવાનોનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યારસુધીમાં 3428627ને રસી અપાઈ છે, જેમાં 26.97 લાખે પ્રથમ અને 7.31 લાખને બીજો ડોઝ અપાયો છે.