September 27, 2026
ગુજરાત

પોલીસ ગ્રેડ પે મામલે સરકારે 5 સભ્યોની ખાસ કમિટીની રચના કરી

પોલીસ ગ્રેડ પે મામલે સરકારે 5 સભ્યોની ખાસ કમિટીની રચના કરી છે.હવે આ કમિટી સમક્ષ રજૂઆત કરવાની રહેશે. સરકાર દ્વારા બનાવાયેલ કમિટી બાદ હવે કોઇપણ પોલીસ કર્મચારી રેલી કે ખોટી પોષ્ટ મુકશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે તેમ રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ ચેતવણી આપી છે

કમિટીના સભ્યોમાં આઇપીએસ અધિકારી બ્રિજેશકુમાર ઝા ઉપરાંત જીએડી, નાણાં અને ગૃહ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 5 સભ્યોની કમિટી જલ્દી નિર્ણય કરશે અને કર્મચારીઓના રજૂ કરેલા 15 મુદ્દાઓનું નિરાકરણ કરશે.

ગ્રેડ-પેને લઇને ચાલી રહેલા આંદોલનમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જાહેરાત કરી છે કે, ગ્રેડ-પેનો મુદ્દો ઉકેલવા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ આઇપીએસ બ્રિજેશ ઝા રહેશે. કમિટીમાં પાંચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. કમિટીને તમામ તપાસના અધિકાર આપવામાં આવ્યા છે.

કમિટી ત્વરિત રિપોર્ટ આપે તેવી ભલામણ કરવામાં આવી છે. આ કમિટી દરેક પોલીસ કર્મચારીની રજૂઆત સાંભળશે. ગેરશિસ્ત કરનારા સામે કાર્યવાહી કરશે. સોશિયલ મીડિયમાં ખોટી પોસ્ટ મુકવા બદલ 4 સામે ગુના નોંધાયા છે.

Related posts

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

Ahmedabad Samay

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

નવા ૩૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઉમેરો કરવામાં આવ્યો

Ahmedabad Samay

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો