September 22, 2026
ગુજરાત

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

રાજકોટથી હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં હોમગાર્ડ જવાનોને છૂટા કરાવાનો આદેશ થતા ખળભળાટ મચી ગયો છે. ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા છે.મળેલી માહિતી પ્રમાણે બંદોબસ્તમાં પૂરતી સંખ્યા ન થતા રાજકોટ હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો હતો. રોજમદાર તરીકે કામ કરતા હોમગાર્ડ હવે બેરોજગાર બની ગયા છે.

માહિતી મુજબ સુરત બંદોબસ્ત ખાતે સંખ્યા ન થતા હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો છે. અને તેના પગલે રોજમદાર તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો પર અચાનક આફત આવી પડી છે. કલમ ૪(૧) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા આ લેવાયો નિર્ણય છે.

હોમગાર્ડને કેટલા સમય માટે છૂટા કરાયા છે તે મામલે હજું કોઇ સ્પષ્ટતા થઇ નથી. સામાન્ય રીતે આ હોમગાર્ડ્સ રાત્રી ફરજ બજાવતા હતા અને તેમને છૂટા કરાતા તે બેરોજગાર બન્યા છે. અન્ય જિલ્લામાં હોમગાર્ડની માંગણી કરવામાં આવતી હતી જે હોમગાર્ડની સંખ્યા પૂર્ણ થતા ન હોવાથી ૫૦૦ જેટલા હોમગાર્ડને છૂટા કરવામાં આવ્યા હોવાનું હોમગાર્ડના જીલ્લા કમાન્ડન્ટ કે.બી. કાનાણીએ જણાવ્યું હતું.

Related posts

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

1 જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન ફાળવવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો