રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા હતા.
એપ્રિલ ૨૦૧૯ની ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને કરેલ નિવેદનને લઈને સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ IPC કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ દાખલ કર્યો હતો. જેના માટે આજે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા છે.