September 22, 2026
ગુજરાત

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

ફટાકડા ફોડવા અંગે ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડ્યુ , દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે, ક્રિસમસ અને નુતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૧૧.૫૫ કલાકથી ૧૨.૩૦ સુધી જ ફોડી શકાશે

ગૃહ ખાતાએ બહાર પાડેલા જાહેરનામા અનુસાર જાહેરમાં ફટાકડા ફોડી શકાશે નહીં. એટલું જ નહીં સરકારે ગ્રીન ફટાકડા ફોડવા મંજૂરી આપી છે.

જાહેરનામા અનુસાર વિદેશથી ફટાકડા આયાત કરી શકાશે નહીં.

સુપ્રિમ કોર્ટે ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમીનેશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેંચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તથા પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા ફટાકડા પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂકયો છે.

ફટાકડાનું વેંચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓ પરવાનગી આપેલ ફટાકડાનું વેંચાણ કરી શકશે. આ ઉપરાંત ઇ-કોમર્સ વેબસાઇટને  ઓનલાઇન તમામ પ્રકારના વેંચાણ ઉપર પ્રતિબંધ રહેશે.

આ ઉપરાંત હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઇપણ વેન્ડર, લારી-ગલ્લા, ટેમ્પરરી શેડ બાંધીને ફટાકડાનું વેંચાણ કરે છે તેને અટકાવવા આવા વેપારીઓ સામે કાયદા હેઠળ પોલીસે કાર્યવાહી કરવાની રહેશે.

Related posts

અક્ષરધામ પર થયેલ આંતકી હુમલપર ઓટીટી ફિલ્મ “સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેક” થશે રિલીઝ

Ahmedabad Samay

અમદાવાદ કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશ સામે રિલીફ રોડ પર વેપારીઓનો વિરોધ

Ahmedabad Samay

યોર ઓનરની બીજી વેબ સિરીઝ આવી રહી છે ટૂંક સમયમાં

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે ‘સ્વાગત સપ્તાહ’ નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોનિકા જવાદેના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

ભાજપ અમદાવાદમાં વિજય ઉત્‍સવ ઉજવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો