ભાજપ ના અમદાવાદ શહેર ઉપપ્રમુખ1 શ્રી અજયસિંહ ભદૌરીયાજી ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી હતી જે દરમિયાન તેમણે પ્રાથમિક સભ્યપદ લીધુ હતું.
શ્રી અજયસિંહ ભદૌરીયાજીને શહેર ઉપપ્રમુખ બનાવવા બદલ ઉત્તર ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરજી અને આખી ટીમે તેમનુ સ્વાગત અને સન્માન કર્યું હતું.
અજયસિંહ ભદૌરીયાજી અને ઉત્તર ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરજી સાથે મળી ઉત્તર ભારતીય લોકોના વિકાસ માટે વિસ્તૃતમાં ચર્ચા વિચારણા કરી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.