August 7, 2026
ટેકનોલોજી

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર,હવે બીજાના સ્ટેટ્સ ડાઉનલોડ અને શેર કરી શકાશે

વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે અનેક અનોખા ફીચર્સ ઓફર કરે છે. જેને યૂઝર્સ પણ ખુબ પસંદ કરે છે. આવું જ એક ફીચર છે વોટ્સએપનું સ્ટેટસ ફીચર. આ મુદ્દે એક જબરદસ્ત ટ્રિક અમારી પાસે છે જેની મદદથી તમે કોઈ પણ વોટ્સએપ સ્ટેટસ ચપટીમાં ડાઉનલોડ કરી શકશો.

વોટ્સએપનું સ્ટેટસ ફીચર

વોટ્સએપના સ્ટેટસ ફીચરથી યૂઝર્સ પોતાના મનગમતા ફોટા અને વીડિયોને પોતાના સ્ટેટસમાં મૂકી શકે છે. આ સ્ટેટસ તે તમામ લોકો જોઈ શકે છે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં છે અને આ સ્ટેટસ ફક્ત 24 કલાક સુધી જોઈ શકાય છે. આ સ્ટેટસને ફક્ત જોઈ શકાય છે અને તેના પર જવાબ આપી શકાય છે. તેને સેવ કે ડાઉનલોડ કરી શકાતું નથી.

કોઈનું વોટ્સએપ સ્ટેટસ કેવી આરીતે શેર કરવું

જો તમે કોઈ અન્ય વ્યક્તિનું વોટ્સએપ સ્ટેટસ શેર કરવા માંગતા હોવ તો વોટ્સએપમાં એવી કોઈ જ  ટેક્નોલોજી નથી. ફોટો શેર કરવું સરળ છે કારણ કે તમે તેનો સ્ક્રીનશોટ લઈને કોઈને પણ શેર કરી શકો છો. પરંતુ જો તે વોટ્સએપ સ્ટેટસ વીડિયો હોય તો તેને શેર કરવો શક્ય નથી. હવે અમે તમને એક એવી ટેક્નિક જણાવીશું જેનાથી તમે વોટ્સએપ સ્ટેટસમાં મૂકાયેલો વીડિયો પણ સેવ કરી શકશો.

વોટ્સએપ સ્ટેટસ પર શેર કરાયેલા વીડિયો આ રીતે કરો શેર
વોટ્સએપ સ્ટેટસ પર મૂકાયેલા કોઈ પણ વીડિયોને શેર કરવા માટે સૌથી પહેલા તમારે એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર ગૂગલ ફાઈલ્સ નામની એપને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ આ  એપ ખોલો. iOS યૂઝર્સ કોઈ અન્ય ફાઈલ મેનેજર એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. ગૂગલ ફાઈલ્સએપમાં ડાબી બાજુ સૌથી ઉપર એક મેનુ જોવા મળશે. તેને ખોલીને સેટિંગ્સમાં જાઓ અને ‘શો હિડન ફાઈલ્સ’ના ઓપ્શન પર ક્લિક કરો.

ત્યારબાદ તમારા ડિવાઈસના ફાઈલ મેનેજરમાં જાઓ, ઈન્ટર્નલ સ્ટોરેજના ઓપ્શન પર ક્લિક કરો, વોટ્સએપને સિલેક્ટ કરો, પછી મીડિયા અને પછી સ્ટેટસના ઓપ્શનને સિલેક્ટ કરો. આ રીતે તમે જે પણ સ્ટેટસ જોશો, તે તમારા ફોલ્ડરમાં પણ જોવા મળશે ત્યારબાદ તમે તે વીડિયોને ફોલ્ડરથી સેવ કે ડાઉનલોડ કરીને કોઈ અન્યની સાથે પણ શેર કરી શકો છો.

Related posts

1 ઓગસ્ટથી ભંગાર બની જશે આ સ્માર્ટફોન, ચેક કરો લિસ્ટ, તમારો ફોન તો સામેલ નથી ને!

Ahmedabad Samay

આ કંપનીએ બહાર પાડી બમ્પર ઓફર, ફ્રીમાં મળશે અનેક GB ડેટા, પુરી કરવી પડશે આ શરત

Ahmedabad Samay

Samsung Galaxy M14 5G થઈ રહ્યો છે લોન્ચ, ઓછા બજેટમાં મળશે 5G ફોન, આટલી હશે કિંમત

admin

વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે

Ahmedabad Samay

PAN Cardનો ખોટો ઉપયોગ કરી સાયબર ઠગ તમને લગાવી શકે છે ચૂનો, જાણો તમારા પાન કાર્ડની ટ્રાન્ઝેક્શનની વિગતો

Ahmedabad Samay

Whatsappમાં આવ્યા Zoom અને Google Meetના આ શાનદાર ફીચર્સ, કરોડો યુઝર્સને મળશે ફાયદો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો