September 27, 2026
ગુજરાત

થઇ જાવ સાવધાન, કોરોના કેસ વધતા ટેસ્ટી બુથ ફરી શરૂ કરવા આદેશ અપાયા

કોરોનાના કેસ વધતા એકાએક કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 40 થી 50 સુધી પહોંચી છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં બંધ ટેસ્ટિંગ ડોમ શરૂ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

કોરોના ટેસ્ટિંગ ફરજિયાત આરોગ્ય વિભાગ સાથે મુખ્ય સચિવે કરેલી બેઠક બાદ મનપા કમિશનર અને જિલ્લા ક્લેક્ટરને ટેસ્ટિંગ વધારવા સૂચન કરવામાં આવ્યું છે જેના માટે રાજ્યમાં બંધ ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેર સ્થળો પર તત્કાલ સ્ક્રીનીંગની વ્યવસ્થા ઉભી કરવાના નિર્દેશ પણ આપી દેવાયા છે તો રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ મુસાફરોનું ટેસ્ટિંગ કરવા સાવચેતીના ભાગ રૂપે આદેશ પારિત કરી દેવામાં આવ્યા છે. RT-PCR ટેસ્ટિંગ, ધન્વન્તરિ રથ, મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા પણ લોકોના કોરોના ટેસ્ટ કરવાનું આયોજન ફરી શરૂ કરાયું છે.

કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. આરોગ્ય વિભાગના એક્શન પ્લાન મુજબ બહારથી આવેલા લોકોનું ફરજિયાત ટેસ્ટિંગ કરાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે વેક્સિનના બન્ને ડોઝ લેવા જરૂરી છે જે માટે આજથી માસ વેક્સિનેશન પર સરકારે ભાર મૂક્યો છે. આ માટે આરોગ્ય વિભાગે મહાનગરોમાં સૂચના આપી તેવી વાત પણ કહી હતી.

અમદાવાદના મોટેરાના સંપાદ રેસિડેન્સીના 20 ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોન કરાય. ફરી કોરોનાકાળના એ દિવસો લોકોની આંખ સામે છતાં થવા લાગ્યા છે. હાલ શહેરમા 2 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ રાખી દેવામાં આવ્યા છે. જેના પરથી સ્પષ્ટ કહી શકાય છે કે આવનારા દિવસોમાં સંભવિત ત્રીજી લહેર દેખાડો દઈ રહી છે. અમદાવાદના ઇસનપુર વિસ્તારના શહેરના ઇસનપુરના દેવ ફ્લેટને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરાયો છે.ફ્લેટના 20 મકાનોના 85 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રોખવામા આવ્યાં છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનિંગ કરવામાં આવશે. શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટિંગ પણ કરાશે.

Related posts

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

Ahmedabad Samay

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવ્યો

Ahmedabad Samay

EPFO સભ્યો ઓનલાઈન 11 ફેરફાર કરી શકે

Ahmedabad Samay

અમદાવાદ: આનંદનગરમાં એક બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 યુવાનો પકડાયા

admin

રક્ષક જ બન્યા ભક્ષક: પાલક પિતાએ બે માસ સુધી સાવકી પુત્રી પર શારીરિક અડપલા કરી ધમકી આપતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો